લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 6

  • 998
  • 676

પ્રારબ્ધ ગુલાટી સરના સ્વભાવ વિશે અજાણ હતો. તેણે તો તરત સર પાસે જઈ કહ્યું, " મને બોલાવ્યો સર..! " ગુલાટી સરે કોઈ જવાબ આપ્યો નહીં. તેઓ તેમના કોઈ ગાણિતિક કોયડોના ઉકેલમાં વ્યસ્ત હતા. પ્રારબ્ધને થયું કદાચ સરે મારો અવાજ સાંભળ્યો નથી. તેણે ફરીથી જોરથી કહ્યું,"મને બોલાવ્યો સર..મારુ કોઈ કામ હતું..?" ગુલાટી સરે પ્રારબ્ધની સામે ગુસ્સાથી જોયું અને ગુસ્સાથી બોલવા લાગ્યા. " ડફોળ..! દેખાતું નથી..? હું મારા કામમાં વ્યસ્ત છું.છતાં બુમો પાડીને બોલે છે..?આજકાલના છોકરાઓને સહેજે કોઈ મેનર્સ જ નથી. અત્યારે હું તને કેમ બોલાવીશ..? તને કોણે કહ્યું કે હું તને બોલવું છું..? " ગુસ્સામાં બોલતા થૂંક પણ ઉડવા લાગેલું. આ