વળે છે.

નવીન રસ્તા અધિક મળતા વળાંક પાછા ઘણાં જડે છે.
પહેલ માટે મમત્વ છોડી વધી જવાશે કહીં વળે છે.

અડગ હતું મન છતાંય કપરું ચડાણ થકવી અહીં નડે છે.
હવે તો ભૂલોય ભૂલવાની બધી કહેતા કડપ સરે છે.


ઘણી લગનથી કરેલ સ્પર્ધા નસીબ ભાગી જતું'તું આગળ,
ઘણી થકાવી અને ભગાવી મળે મહેનત થકી, ભલે છે.

નવાઈ લાગી હશે ઘણીયે તપાસ ચાલુ હતી છતાં પણ,
એ રાહ જોતાં રહ્યાં હંમેશા, વિતેલ વર્ષો નજર પડે છે.

મળી શકાશે હવે કહીને નજીક આવી ગયા છે મનથી,
પછી અડીંગો અહીં જમાવી ને પ્રેમથી ત્યાં હસે છે. ©
લગાલગાગા લગાલગાગા, લગાલગાગા લગાલગાગા

કાજલ
કિરણ પિયુષ શાહ

Gujarati Poem by Kiran shah : 111867731

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now