Quotes by yesha in Bitesapp read free

yesha

yesha

@yeshakamalgmailcom
(5)

ઝઘડો શેનો હોય?
કઈ બાબતે કરીએ છીએ આપણે?
જે આપની હોતી જ નથી.જેને આ દુનિયામાં આપણે આવ્યા ત્યારે સાથે લઈ ને નોહતાં આવ્યા. કે નથી સાથે લઈ જવાના.
ખાલી કર્મોથીજ જનમ મળ્યો છે અને કર્મો જ સાથે લઈ ને જઈશું.
તો,જે વસ્તુ આપની છે જ નઈ તો એનો ઝગડો શું કામ કરવો?
#ઝઘડો

Read More

જીંદગી ના દરેક તબક્કે છોડતા શીખવું જોઈએ.
અભિમાન,મોહમાયા,ક્રોધ,લોભ આ બધું છોડી એ તો જીંદગી એકદમ સરળ બની જાય.
પરંતુ ઘણા લોકો જીવનના છેલ્લા તબક્કા સુધી આ બધા માં જ રહ્યા કરે .
નથી વિચારતું કોઈ કે છોડો બધી જંજાળ તો જ થશે જીંદગી સાકાર..
#છોડો

Read More

કોઈ પણ રીત નો બોજ માણસ ને અમુક સમય પછી થકવી દેય છે.
એ પછી સંબંધ નો હોય,કામ નો હોય,જવાબદારી નો હોય કોઈ પણ હોઈ....
#બોજો

Read More

જીવન માં ઘણી વાર અમુક પડાવ પર આવીએ એટલે એવું થાય કે હવે જવાબદારી નો બોજો કોઈ બીજું ઉપાડે તો બાકી નું જીવન નિરાંતે જીવી શકીએ.
#બોજો

Read More

રસ્તે આડી આવનારી બિલાડી ને અપશુકનિયાળ કેહવામાં આવે છે.
પણ આવું વિચારવાળા માણસો ના વિચારો અપશુકનિયાળ હોય તો એમાં બિચારી બિલાડી નો શું વાંક?
એવા માણસો મૂંગા પ્રાણી ઓને પણ નથી છોડતા.
#અપશુકનિયાળ

Read More

કથા એ એક અમૃત છે.જેને આપણે માનવી કળિયુગ માં પણ પી શકીએ છીએ.અને એ અમૃત રૂપી કથા માં વહી જવું એટલે જીવ નો ઉદ્ધાર કરવો.
#કથા

Read More

કથા સાંભળી ને જો એને જીવન માં ઉતારવામાં આવે તો ઉદ્ધાર થઈ જાય છે.
#કથા

જેમ મહાભારત માં કૌરવો એ ચાલાકી થી પાંડવો ને ધુતક્રીડા માં હરાવ્યા હતા. અને એનું પરિણામ અંત માં એમનું મૃત્યુ આવ્યું.
એવી જ રીતે
ક્યારેય સંબંધો માં ચાલાકી વાપરવી નહિ.નહિ તો એનું પરિણામ સંબંધો નો અંત જ છે એમ સમજવું.

#ચાલાકી

Read More

છે ચહેરા બહુવિધ આ દુનિયામાં,
કોણ છે દગાબાજ ને કોણ છે સંગાથ
એ જો સમજાય તો ના રહે કોઈ આપત્તિ આ જીવન માં

#બહુવિધ

Read More

જિંદગી _આગળ_વધવાનું નામ છે.જેમ જેમ ડગ_ આગળ માંડતા રેહશું મુશ્કેલી નો સામનો કરવાની હિમ્મત મળતી રેહશે.સફળતા મેળવવી હોય તો હંમેશા ભૂતકાળ ને ભૂલી ને વર્તમાન માં રહી ને _આગળ_વધવું એ જ સમજદારી છે.
#આગળ

Read More