Quotes by Priyanka Vasani in Bitesapp read free

Priyanka Vasani

Priyanka Vasani

@vasanipriyanka97gmail.com


ચાલ પર્વત પર ચડીને ખૂબ ચીસો પાડીએ,
જો આ સન્નાટો ન તુટે તો તિરાડો પાડીએ,
ને કંઈક નવું એવું કશું કરીએ કે સૌ ચોકી ઉઠે,
થઈ શકે તો ચાલ પરપોટા માં ઘોબો પાડીએ,
અને હવાનો હાથ ઝાલીને રખડતાં આવડી ગયું છે,
મને ખુશ્બુ ના દુઃખ થી રગ પકડતાં આવડી ગયું છે,
બધાં ખંમતીધર વચ્ચે નોંધ લેવાશે,
બડી મહેફિલ માં સૌની નજરે ચડતાં આવડી ગયું છે,
હવે આનાથી નાજુક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી?
મને પાણીનાં પરપોટા ને અડતાં આવડી ગયું છે,
હવે તો નાગને પણ ઝેર ખાવાનો વખત આવ્યો,
મદારી ને માણસને પકડતાં આવડી ગયું છે,
સુખ ચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો?
તમને દુઆ તો મળશે અસર ક્યાંથી લાવશો?
બંગલો તો ઓછા વતે ગમે ત્યાં મળી જશે,
ઘર ઘર કહી શકાય એ ઘર ક્યાંથી લાવશો?
શંકર ની જેમ નાગ ને મફલર કરી શકો,
પણ ઝેર પી જવાનું જીગર કયાંથી લાવશો?
પણ ઝેર નો પ્રશ્ન ક્યાં છે? ઝેર તો હું પી ગયો,
આ બધાં ને એ જ વાંધો છે કે હું જીવી ગયો,
હું કોઈ દિલ નથી, દર્પણ નથી, સ્વપ્ન નથી,
તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો,
કંઈક વખત એવું બન્યું છેક અંતિમ શ્વાસ પર,
મોત ને વાતો માં વળગાવી હું સરકી ગયો.........
- પ્રિયંકા વાસણી

Read More