The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પુજય દાદા તામારા વિશે બોલવું એ સુરજ ને પ્રકાશ દેખાળવા જેવી વાત છે. તમે હંમેશા કુટુંબ ના દરેક સભ્યને સાથે જોડીને રાખ્યા છે. એ માટે કદી તમારે અળખામણા પણ થવું પડયું હશે ,કદી બે વેણ કડવા પણ બોલવા પડ્યા હશે એ છતાં પણ જેમ માળામાં મણકા પરોવવા એક મજબુત દોરી ની જરૂર પડે તેમ તમે અમને બઘા ને એક તાંતણે બાંધી ને રાખ્યા છે. આજે સમાજમાં બહુ ઓછા લોકો વહુને દીકરી ની જેમ રાખતા હોય છે. તમે હંમેશા અમને દીકરી જ ગણી છે. અને દરેક નાનાં મોટાં પ્રસંગે અમારો મત શું છે તે પ્રથમ પુછયું છે .એક દીકરી ના જીવનમાં એના પિતા જ સર્વસ્વ હોય છે એના પિતા એનો આદર્શ હોય છે. એ સ્થાન પર એ કદી કોઈ બીજાને જોઈ શકતી નથી. મારા જીવનમાં એ સ્થાન પર મારા જન્મદાતા ની સાથે તમે છો જેમને મને દીલ થી દીકરી માની છે એનો મને અસંખ્ય વાર અનુભવ થયો છે .બસ તમારી જેમ લેખક નથી તેથી વઘુ તો શું કહું ભગવાન ને એક જ અરજ છે કે તમારા આશીર્વાદ હંમેશા અમને મળતા રહે .અને તમારી સાથે આજ રીતે ખુશ હાલ જીંદગી જીવવાનો આનંદ લઇ શકીએ.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser