Quotes by Unnati Yagnik in Bitesapp read free

Unnati Yagnik

Unnati Yagnik

@unnatiyagnik


હમેશા પ્રત્યક્ષ ને જ સાચું સમજવું જરૂરી છે?
ક્યારેક એ પરોક્ષતા પણ પ્રત્યક્ષ કરતા વધુ સત્ય હોય શકે,
શું હમેશા શબ્દો જ લાગણી ઓ ને દર્શાવી શકે?
ક્યારેક એ મૌન પણ લાગણી ઓ નો સાગર હોય શકે,
શું હમેશા જીદ થકી જીતે એ જ વિજયી બની શકે?
ક્યારેક પ્રેમ કરી મેળવે એનેય જીત કહી શકાય.

- ઉન્નતિ

Read More

સ્થિર નીર નથી હું, જેમાં પથ્થરો થી વમળો સર્જાય,
ધસમસતો એ પ્રવાહ છું હું, જે એના વહેણો સંગ ચાલ્યો જાય,
તુ પ્રેમ થી જયાં કહે ત્યાં વહેતો થાય, પણ મારૂ વહેણ સાથે થાય,

હૈયા હોશે મને વધાવશે તો નિર્મળ ઝરણુ બની તને પામી જાય,
જો રોકવા વહેણ ને મારા તુ બંધ બની જાય, તો સમુદ્ર રૂપે ઉેડાણ બની તને ડુબાડી જાય.

-ઉન્નતિ

Read More

તારી મોજ ને, તારી એ ઉમળતી લાગણી ઓ ને,
તને, તારી જાત ને, તુ ઓઝલ માં રાખ માં,
લૂટનારા ઓ તારો કદાચ તારો ખજાનો લૂટશે,
પણ તારા આતમ નો એ હિરો કદી ના લૂટાય કોઈ થી,
માટે સાચા હીરા ને ગોંધી રાખમાં.

Read More

बांध कर धागे से प्यार, तु सुई से परोने वाला है।
जब जब बाटेगा व प्यार, वो चूभ कर गीरने वाला है।
त्याग दे व प्यार, जो चूभन से गिरता है।
बाट तू खुद को ऐसे, जेसे ऊसमे तु खिलता है।

#त्याग

Read More

તારા દૈહીક પ્રાગટ્ય નો ઉત્સવ મનાવુ કાન..
કે પછી તારા આંતરીક પ્રાગ્ટય નો ઉલ્લાસ....

- ઉન્નતી

બેહોશ બની જીંદગી ગાળવી નથી મારે,
હોશ માં રહી બધાજ રંગો એ રંગીન ના માણવા છે મારે,
હોય કદાચ એ દુઃખ ના રંગો તોય એને જાણવા છે મારે,
#બેહોશ

Read More

જયોત ને મારી ઓલવવા,
લહેર બની પવન આવી ગયો,
ફૂંક મારી નાનકડી એણે,
હાથ નો દિવડો બુઝાઈ ગયો,
ઉભો રહ્યો અે મારો અંધકાર નીરખવા,
ત્યાં મારી ભિતર ની જયોતે વંટોળ બની અે ફેંકાઈ ગયો.
#જ્યોત

Read More

અતરંગી આ દુનિયામાં,
તરંગી થવુ છે મારે,
એ વિશાળ આભલા માં,
પંખી થવુ છે મારે,
નવરંગી એ રાતો માં,
રંગીન થવુ છે મારે,
બસ એક વાર,
મને વધાવી ને,
મારામાં મુગ્ધ થવુ છે મારે.

#તરંગી

Read More

સહેલું નથી કાંઈ મોહન, તને પામવાનુ,
આખુ જગ ભૂલી એક તને પામીતી,
તો અેક તારામાં આખુ જગ પામીતી,
એક તને પૂર્ણ પણે પામીતી,
તો એક તારા થી પૂર્ણતા પામીતી,
એક જગમાં જુદી જ હતી,
તો એક જગથી જુદી હતી,
ભેદો ઘણા હતા બંનેમાં,
પણ બંને પોતાને ભૂલી ને તને પામીતી.


#સહેલું

Read More