Quotes by Rajendrakumar N Vaghela in Bitesapp read free

Rajendrakumar N Vaghela

Rajendrakumar N Vaghela

@tyru18678gmail.com5504


જિંદગીની મહેફિલમાં હું મારું બયાન લાવ્યો છું,
એ મહેફિલને સજાવવા એક ફરમાન લાવ્યો છું.

આંખોમાં કંઈક આરઝુ ને દિલમાં મુહોબ્બત,
જીવવાનો ફકત એ જ સામાન લાવ્યો છું.

તમે આપો પછી ભલે, સિતમગર હજારો દર્દ,
મલકતા હોઠોની હું ય મુસ્કાન લાવ્યો છું.

નહિં અપાવું બદનામીયત તમને એ દોસ્તો,
મને ઈશ્વરે બક્ષેલું થોડુંક ઈમાન લાવ્યો છું.

હા, હું એજ છું જે આ ગઝલ બોલી રહી,
સમજો કે મારી જાતને બેજુબાન લાવ્યો છું.

ભલે; હું તમને પામુ કે ન પામી શકું 'રાજ',
છતાં હ્રદયે તો આપનું જ મુકામ લાવ્યો છું.

###

Read More