Quotes by Harshit Shah in Bitesapp read free

Harshit Shah

Harshit Shah

@sweetharshit9712


એકાંત માં સ્વને મળવું હોય તો પ્રકૃતિના ખોળે બેસી રહેવું જ બેસ્ટ છે. કુદરત માં એવી તાકાત છે કે તમારા નેગેટિવ વેવ્ઝ દૂર કરીને પોઝિટિવ વેવ્ઝ નો સંચાર કરે છે. કેવા વિશુદ્ધ શબ્દો હોય છે એના, મૌનનો વિશાળ શબ્દકોશ વસાવેલો છે કુદરતે એની લાઇબ્રેરીમા. રોજ નવા રૂપો ને શબ્દો ધરીને માણસ ને તરોતાજા રાખવાનો પ્રયત્ન કરે છે એ. પણ આવું સહેલું કામ આપણને અભાગીયાઓને તો ક્યાં ગમે છે. આપણે તો યેનકેન પ્રકારે દુઃખી થવાના રસ્તા જોઈએ છે. દુઃખ ને સામેથી આમંત્રણ આપી ને રોવાનો કિરદાર માણસ બખૂબી નિભાવે છે. 

-- Hina

Shared via Matrubharti.. https://www.matrubharti.com/ebites/111026435

Read More