Quotes by sohil makwana in Bitesapp read free

sohil makwana

sohil makwana

@sohilmakwana164830


પ્રારબ્ધ ને અહીંયા ગાઠે કોણ હું પડકાર જિલનાર માણસ છું, હું તેજ ઉછીનું લવ નહિ હું જાતે બળતું ફાનસ છું....
.. modi ji

Read More

એ ઠંડા ગુલાબી માહોલમાં હજીયે તું વર્તાય છે, જાણે કે સમી સાંજ માં ક્ષિતિજે એક સૂર્ય સતત મલકાય છે...

હું મારા ભીતરે ફાગણ ગુમાવી બેઠો છું.
હતું એ મૌન મારું ગીરના જંગલ જેવું,
કરીને ગર્જના સાસણ ગુમાવી બેઠો છું

Read More

સંબંધો કારણ વગર ના હોય તોજ મઝા છે
માણસ ઈચ્છા ઓથી પર હોય તોજ મઝા છે
ભવિષ્ય ની ચિંતા માં સુકામ નિરશ ફરે છે પાગલ?
વર્તમાન માં જીવવામાં જ સાચી મઝા છે
સુખ માતો હરકોઈ હસીને બતાવે છે
દુઃખ માં ખુશી શોધવા નિજ સાચી મઝા છે.
...સોહિલ

Read More

સંસાર માં એવો સમાય ગયો છું,
લાગણી નાં બંધન માં બંધાય ગયો છું,
ક્યાંથી લાવે છે લોકો આટલી નફરત?
સંબંધો સાચવવા હું ખુદ થી વેચાય ગયો છું...."sohil"

Read More

જિંદગીભર આપણો છે સાથ, સાથે ચાલ તું !
હાથમાં મારા મૂકી દે હાથ, સાથે ચાલ તું !
હરકદમ પર કેટલાં પ્રશ્નો કસોટી કેટલી !
આ હજી તો માત્ર છે શરુઆત, સાથે ચાલ તું !

Read More

કિસ્સો કેવો સરસ મઝાનો છે,
બેઉ વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને;
મુજને આનંદ ઊંચે ગયાનો છે !

Read More