The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પ્રેમ ચેપી હોય છે ! એક યુવાન હતો. શહેરના બજારમાં સંતરાં વેચતી ડોસી પાસેથી એ યુવાન હમેશાં સંતરાં ખરીદતો. સંતરાં ખરીદીને એની થેલીમાં નાખતા પહેલાં એમાંથી એક સંતરાની પેસીને સહેજ ચાખીને એ કહેતો “અરે ડોશીમા,જુઓ તો, આ સંતરું ખાટું છે !“ ડોશી એમાંથી એક પેસી ચાખીને ચમકીને કહેતી ,” જા રે બાબા, આટલું બધું મીઠું તો છે આ સંતરુ ! ” એમ શું વાત કરો છો! એમ કહી તે સંતરુ હાથમાં લે છે પછી તે સંતરાને ડોશી પાસે જ છોડીને એ હસમુખો યુવાન બાકીનાં સંતરાં લઈને આગળ ચાલ્યો જતો ! આવું ઘણીવાર થતું. એની પત્નીએ આખરે એક દિવસ એને પૂછ્યું: ”ડોશીમાનાં સંતરાં તો હંમેશાં મીઠાં જ હોય છે, તો ય તમે દરેક વખતે ચાખવાનું નાટક કેમ કરો છો ?” પતિએ મુખ પર સ્મિત સાથે કહ્યું: ” એ સાચું છે કે ડોશીમા હમેશા મીઠાં સંતરાં જ વેચે છે,પણ એ પોતે સંતરાં ખાવા પામતી હોય એમ મને લાગતું નથી.એટલે આવુ નાટક કરીને રોજ એને એક સંતરું ખવડાવવું મને બહુ ગમે છે !” સંતરાંવાળા ડોશીમાની બાજુમાં બેસતી બાઈએ ડોસીમાં ને પૂછ્યું: ” સંતરાં ખરીદવા આવતો પેલો જક્કી છોકરો રોજે રોજ ચાખ ચાખ કરે છે, ને તોય તું સંતરાં તોલે ત્યારે હમેશાં એને એક બે સંતરાં વધારે આપી દે છે, આવું કેમ ?” ડોશીમાએ કહ્યું : ” એ છોકરાના મનની વાત હું બરાબર જાણી ગઈ છું.રોજ એ સંતરૂ ચાખવાના બહાને એકાદ સંતરૂ અહીં મારા માટે મુકીને જાય છે. એ સમજે છે કે હું એ સમજતી નથી, પણ મારા માટેના એના પ્રેમને હું ઓળખી ગઈ છું. એના આ પ્રેમના લીધે જ, એક મા ની જેમ , આપોઆપ મારાથી સંતરાં બાજુ ત્રાજવું નમી જાય છે ! પ્રેમ ચેપી હોય છે. જે આપશે એને મળશે જ !
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser