Quotes by Savan in Bitesapp read free

Savan

Savan

@saone06


આદત પડી ગઈ છે દિલને દર્દની હવે દર્દ વગર ફાવતું નથી,

પીવાયાં છે ઝાંઝવા એટલા કે હવે પાણી પણ ભાવતું નથી... 

પ્રણયમા જવાની નિચોવાઇ જાશે
હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે.
ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે,
એ મોતી નથી કે પરોવાઇ જાશે.
નયન સાથ રમવા ન એને જવાદો
હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે.
મરણને કહો પગ ઉપાડે ઝડપથી,
નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે.
સિધાવો, ન ચિંતા કરો આપ એની !
કાંઇ કામમાં મન પરોવાઇ જાશે.
કદી દાનની વાત ઉચ્ચારશો મા
કર્યું કારવ્યું નહી તો ધોવાઇ જાશે.
નિહાળ્યા કરો જે કંઇ થાય છે તે
વિચારો નહિં, મન વલોવાઇ જાશે.
વગોવે ભલે મિત્રો ‘ઘાયલ’ વગોવે !
હતું નામ શું કે વગોવાઇ જાશે ?
– ‘ઘાયલ’

Read More

“આટલે વર્ષે હવે ઈકરાર ના કરશો તમે,
જામ શું કે ઝેર શું, સઘળું સમય પર જોઈએ”

દિવસો જાઈ છે જુદાઈ ના,એ જશે જરૂર મીલન સુધી
મારો હાથ જાણીને હવે શત્રુ ઓ લઇ જશે સ્વજન સુધી

“જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો...

ઓ મુસીબત ! એટલી ઝીંદાદિલ્લીને દાદ દે;
તે ધરી તલવારને હું ધાર પર હસતો રહ્યો...”

Read More

હશે નજર તો આજે પણ તારી પર ...

બસ એ નજર મા પહેલા જેવો પ્રેમ નહી હોય ...યાદ રાખજે ..

ખુશી તો ક્યાં રહી છે હવે એકબીજાને મળવાની,
સામે આવે છે ત્યારે હસીને બસ સંબંધ સચવાય છે !!