Quotes by Rupal in Bitesapp read free

Rupal

Rupal

@rupal2430


નફરત પ્રેમ નો શિકાર કરે છે,
ક્ષણ સમયનો શિકાર કરે છે,
ઘડપણ યુવાનીનો શિકાર કરે છે,
અંતે
મોત જિંદગીનો શિકાર કરે છે.
#શિકાર
Vir...❣️

Read More

#અસ્પષ્ટ
સ્પષ્ટ કહીએ તો કોઈને ગમતું નથી,
અસ્પષ્ટ અમારાથી રહેવાતું નથી.
Vir....❣️

હું મારું રૂપ ગુમાવી તારામાં એકરૂપ શું થઇ ગઈ!!!
દુનિયા સમજી 'હુ' દીવાની થઈ ગઈ.
Vir....❣️
#એકરૂપ

#સંઘર્ષ
સંઘર્ષ જીવનનું સત્ય છે તેનાથી ડરી જનાર કશુંજ મેળવી શકતો નથી.
Vir...❣️

#સંઘર્ષ
બાળક ને જન્મ આપવા માટે માતાએ કરેલા સંઘર્ષ ની તુલનામાં જગની બીજી કોઈ બાબત ન આવે.
Vir...❣️

#ગુપ્ત
અંગત વાતો રાખજો ગુપ્ત,
કોઇને ન કહેશો અમથી વાત,
સ્વાર્થ ના સગા સહુ,
ન સમજે વાત નો મર્મ.
Vir...❣️

#ગુપ્ત
ગુપ્ત રીતે કરેલા ખોટા કામો,
આખી જીંદગી શૂળની જેમ ભોંકાય છે.
Vir...❣️

#આરામ
આરામદાયક જિંદગી જીવવા ની હોડમાં માણસ ભૌતિક સુખ- સંપતિ પાછળ ભાગે છે. પણ સાચું સુખ આપણી અંદર છે એટલું સમજી જાય તો કોઈપણ પરિસ્થિતિમાં આરામ થી જીવી શકે છે.
Vir...❣️

Read More

#ઝઘડો
હાસ્ય માં છુપાયેલી વેદના, ઝગડા માં છુપાયેલો પ્રેમ સમજે તે આપણું 'અંગત'
Vir...❣️

છોડો કાલ ની ચિંતા આજ માં જીવી લો આજ નો અવસર છે રૂડો મન ભરી ને માણી લો.
Vir...❣️