Quotes by Raj Keshvala in Bitesapp read free

Raj Keshvala

Raj Keshvala

@rajkeshvala174058


જીભ ભલે ભેજવાળી જગ્યામાં હોય,
પરંતુ...
એમાં આપણા શબ્દો ક્યારેય લપસવા ન જોઈએ.

પુરાવો કોઈ પણ નક્કર નથી મળતો.
મળે છે નાગ પણ શંકર નથી મળતો,

નકામો શોધશો નાં, બંધ છે પડદા.
પતે સર્કસ પછી જોકર નથી મળતો,

પ્રભુ ને માત્ર મારે એટલું પુછવુ.
ગરીબો ને કદી ઈશ્વર નથી મળતો,

હસાવી દે રડાવી દે બે પળ માં.
લખે એવી ગઝલ કોઈ શાયર નથી મળતો,

અરિસામાં નહીં શોધો તમે માણસ.
બહાર હોય એ અંદર નથી મળતો,


__ Raj keshvala,✍️✍️✍️✍️✍️✍️

Read More

છોડ તારા WhatsApp ના ગ્રુપ
માણ મસ્ત મોસમ નું રૂપ,

કર તારા Twitter ને ચુપ
સાંભણ મીઠી કોયલ ની કૂક,

ફેંક બઘા Facebook ના લાઈક
સાચુકલી વાત કર ને કાંઈક,

મૂક હવે laptop ની લપ
કર ચા ની ચુસ્કી પર ગપચપ,

બંધ કર હવે મોબાઇલ ની ગેમ
વાંચ હૈયા માં છલકાતો પ્રેમ,

બસ એટલું તું સમજી જા યાદ
જીવન છે ટચ સ્ક્રીન ને બહાર


__Raj keshvala

Read More

માં ની મમતા
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
હૃદયના ના કોપરેલ લોહી નથી, છે લાગણી માં છે,
સમજને સુઝકાથી ગૃહસ્થી લે સાંકળી માં છે.

નયન પેસે નિતરતા કર મહીં આશિષ વહે જેના,
સદા કાળે વરસતી શીશુ કાજે વાદળી માં છે.

ન દુઃખોને ફરકવા દે જરી બાળક સમીપે એ
વજૃ,બત્ખર ,લગામો, ઢાલ બનતી સારથી,માં છે.

વ્હાલપ થી છલોછલ ઝરણ હેલી મમત ટપકે,
બગીચો જીંદગી નો એ ખિલાપે , ફાગણી માં છે.

ડાંગર ભટકે, છટકે સાથી, વળી વાંકુ થતું ભાગ્ય,
સફરને તરબતર કરતી, સુહાની લાગણી માં છે....
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
Raj keshvala

Read More

હતો જો પ્રથમ પ્રેમ સાચો તો બીજો પ્રેમ કેમ થયો.
હતો જો બીજો પ્રેમ સાચો તો પ્રથમ પ્રેમ ની યાદ કેમ આવે.