Quotes by PankajKumar Jani in Bitesapp read free

PankajKumar Jani

PankajKumar Jani

@ppjani


ચાહત 

અમારા નયનમાં ઇબાદત હતી
હતું એમને કે કરામત હતી

નજરને બિછાવી હતી એમણે
છુપાવી નજર એજ ચાહત હતી
 
નયનને ઝુકાવી બતાવી શરમ 
સમજ્યો હતો કે નજાકત હતી

ફુલો બાગમાં એકઠા જો થયા
મુલાકાત નામે બગાવત હતી

જુએ ખાનગીમાંય સાગર તને
અમોને થયું કે શરાફત હતી

પંકજકુમાર જાની 'સાગર'

Read More

માઈક્રોફિક્શન 

ભિખારી 

મંદિર માં બેઠેલ મૂર્તિ ની આંખ
સજળ થઈ
પગથીયા ચડતા નગરશેઠ
પાસે ભીખ માંગતા ભિખારી ને 
જોઈને

પંકજકુમાર જાની 'સાગર'

Read More