Quotes by Nirali Jayesh in Bitesapp read free

Nirali Jayesh

Nirali Jayesh

@njkanabargmailcom


એના છેલ્લા પાનાં પર તારું નામ પેન્સિલથી લખ્યું’તું,
ને પછી ભાઈબંધ જુએ, એ પહેલા ભૂસી પણ નાખ્યું’તું.
મારી સાથે બોલે છે ને ? એમ પૂછીને પણ એકબીજા સાથે બોલતા,
રીસેસમાં ફક્ત લંચ બોક્સના નહિ, આપણે લાગણીઓના ઢાંકણાં પણ ખોલતા.
કિટ્ટા કર્યા પછી ફરી પાછા બોલી જતા, એમ ફરી એક વાર બોલીએ,
ચાલ ને યાર, એક જૂની નોટબુક ખોલીએ.

ચાલુ ક્લાસે એકબીજાની સામે જોઈને હસતા’તા,
કોઈપણ જાતના એગ્રીમેન્ટ વગર, આપણે એકબીજામાં વસતા’તા.
એક વાર મારું હોમવર્ક તેં કરી આપ્યું’તું,
નોટબુકના એ પાનાને મેં વાળીને રાખ્યું’તું.

હાંસિયામાં જે દોરેલા, એવા સપનાઓના ઘર હશે,
દોસ્ત, મારી નોટબુકમાં આજે પણ તારા અક્ષર હશે.
એક પણ પ્રશ્ન પૂછ્યા વગર જ્યાં આપણા આંસુઓ કોઈ લૂછતું’તું,
એકલા ઉભા રહીને શું વાત કરો છો ? એવું ત્યારે ક્યાં કોઈ પૂછતું’તું ?

ખાનગી વાત કરવા માટે સાવ નજીક આવી, એક બીજાના કાનમાં કશુંક કહેતા’તા
ત્યારે ખાનગી કશું જ નહોતું અને છતાં ખાનગીમાં કહેતા’તા.
હવે, બધું જ ખાનગી છે પણ કોની સાથે શેર કરું ? નજીકમાં કોઈ કાન નથી,
દોસ્ત, તું કયા દેશમાં છે ? કયા શહેરમાં છે ? મને તો એનું પણ ભાન નથી.

બાકસના ખોખાને દોરી બાંધીને ટેલીફોનમાં બોલતા, એમ ફરી એક વાર બોલીએ,
ચાલ ને યાર, એક જૂની નોટબુક ખોલીએ..

Read More

જુકી ને જોવાની આ નજાકત કાફી છે
અનહદ નશા માટે આંખો જ કાફી છે

*એક ચકલીએ મધમાખીને પૂછ્યું કે તું આવડી મહેનતથી મધ બનાવે છે અને માણસ આવીને તેને ચોરી લે છે,* *તને ખરાબ નથી લાગતું?*

*મધમાખી એ બહુ જ સુંદર જવાબ આપ્યો :– માણસ ફક્ત મારું મધ જ ચોરી સકે છે પણ મારી મધ બનાવવાની કળા નહીં!!*

*કોઈપણ તમારું CREATION (સર્જન) ચોરી સકે છે પણ તમારું TALENT (આવડત) નહીં....*



??

Read More