Quotes by Nirat joshi in Bitesapp read free

Nirat joshi

Nirat joshi

@nir1978


માનવી પરથી ઊઠ્યો વિશ્વાસ ને,
પછી સોગંદની થઈ શરૂઆત.......
પણ તું નચિંત રહે ' નિર ' કારણ કે,
જ્યાં,
પાંદડાનો ડાળી પરથી ઊઠ્યો વિશ્વાસ ને,
પછી વસંતની થઈ શરૂઆત.....
- નિર....

Read More

વિખરાયેલી યાદોને અમે તમારી પારાવારમાં વહાવી દીધી,
એમ અમે જિંદગીને અમારી થોડી સરળ બનાવી દીધી....
- નિર ...

Read More

નજરથી નજર મળે ને વાત થાય તો સારું;
તું કંઈ ન કહે ને વાત થાય તો સારું,
- નિર ...

આવનારી વસંત પહેલાની પાનખર પ્રકૃતિનેહચમચાવી જાય છે,
તારા સહવાસ પહેલાની એકલતા આ હ્રદયને વલોવી જાય છે.
- નિર...

Read More

આવે જો તુ ફરી તો આજ તને મલી લઉં, જયાં છોડી ગઈ હતી ત્યાંજ બેઠો છું. આમ તો હ્રદય પર વજ્રાઘાત કરી મારવામાં કસર નહોતી રાખી, છતાં કહું છું કે આવ હજી જીવતો બેઠો છું.

Read More

હાઈકુ
સેવિકા સુતી
બંગલામાં, જનની
વૃદ્ધાશ્રમમાં.
- નિર.....

જે સમજે તેને વંદન, ના સમજે તેને પણ વંદન.

Read More

હાઈકુ
જગત તાત
આત્મહત્યા કરે, ને
નેતા જલસા
- નિર....

અગન ગોળા
સમી ધરા ને, પંખી
વિહ્વળ થાય
- નિર.....