Quotes by Nipun Kumar in Bitesapp read free

Nipun Kumar

Nipun Kumar

@nipunkumar7558gmail.com933842
(699)

🌸 પ્રેમની સુગંધ 🌸

પવનનાં ઝોકામાં કોઇ સંગીત વાગે,
હૃદયની તંદ્રીમાં તારો જ ચહેરો જાગે।

ચાંદનીની ચાંદલીએ સપનાંને રંગ્યા,
તારી આંખોમાં સ્વર્ગના દરવાજા ખૂલ્યાં։

તું હસે તો ફૂલોની મહેક છલકાય,
તું રિસાય તો ઋતુઓ પણ રૂઠી જાય।

મારા મનનાં સમુદ્રમાં તું એક તરંગ,
તું મળ્યા પછી દરેક ક્ષણ લાગે રંગ રંગ।

પ્રેમ એ એક દીવો, ક્યારે બુઝાતો નહિ,
હૃદયનાં મંદિરમાં એ દેવ વસતો રહી।

તું મારી પ્રાર્થના, તું મારી આરતી,
મારી જીવતી દરેક સાદમાં તારી જ પંક્તિ।

💫 પ્રેમ એ અનંત છે, અને તું એની શોભા 💫

— ✍️ નિપુણ

Read More