Quotes by Man in Bitesapp read free

Man

Man

@niisha3089gmail.com8433


તારી લાગણીઓ મારા માટે જાણે પોતાનું અસ્તિત્વ ખોઈ ચૂકી છે...
આ લાગણીઓ જાણે મૃગજળ હતી. જેમ મૃગજળ દૂર થી પોતાનું અસ્તિત્વ સાબિત કરે અને નજીક જતાં ખોવાઇ જાય છે.એમ જ તું તારી લાગણીઓ ને અજાણતા કે જાણીને મારી સમક્ષ રજૂ કરે છે .પણ જેમ તારી લાગણીઓ ને પામવા ના પ્રયત્નો કરું છું ને તારી લાગણીઓ "મૃગજળ" બની જાય છે.

Read More

તારા તરફ થી હવે એક પણ શબ્દ મારા સુધી પોહચતા નથી. તે શબ્દો ને ચૂપ કરી દીધા છે. પણ તારી યાદો ને ચૂપ થતાં નથી આવડતું. તારી યાદો મને ક્ષણે ક્ષણે આવી ને તને મારી પાસે લાવે છે. તું ક્ષણે ક્ષણે બહુ યાદ આવે છે. આ યાદો ને મારે ચૂપ રેહતા શીખવવું છે.

Read More

રોજ મારી આંખે ગૂંથેલા સુંદર સપનાઓ તને સોંપું છું. એ સપના તું તારા રંગો થી પૂરા કરીશ એવી આશા સાથે તને ધરું છું. પણ તું એ સપનાં ને આમ અધૂરાં જ પાછા મોકલી દે છે. હા એ સપનાં અધૂરાં જ હોય છે પણ તોય તારાથી મને કોઈ ફરિયાદ નથી.

Read More