The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પ્રિય વાંચક, હેવ અ હેપ્પી સન્ડે 😄 ચાલો, આટલું આપણી જાતને આજે પહેલા પુરુષ એકવચનમાં પૂછીએ ને વળી જવાબ પણ માંગીએ! કદાચ જાત થોડા ઘણા જવાબ આપી દે 'ય ખરી. ૧. સવારે એલાર્મ વગર સમયસર કે સમયથી થોડા વહેલા જાગી જવાય છે? રાત્રે મોડા સૂતા હોઈએ તો 'ય? ૨. દિવસભરની ઘટનાઓમાં વૈવિધ્યતા નથી છતાં સવારથી રૂટિનમાં ગોઠવાઈ જવાની મજા આવે છે? ૩. થોડી ઘણી તકલીફો, જેના કારણોમાં અન્ય છે અને દૂર કરી શકાય તેવી હતી અને જે વર્ષોથી છે તે છે જ પણ હવે તેની ફરિયાદોની તિવ્રતા અને રજૂઆતના પુનરાવર્તન લગભગ શૂન્ય થઇ ગયા છે? ૪. રોજ મન પવિત્ર બને છે એવું અનુભવાય અને મધ્યાહન થતાં સુધીમાં અનેક નવા, તાજા અને ઉપયોગી વિચારો આવે છે પણ ધીમે ધીમે સાંજ થતાં તે અમલમાં તો શું નોંધમાં પણ નથી આવતા? ૫. પ્રમાણમાં વધુ આત્મીય પાત્રો કરતાં થોડા અજાણ્યા લોકો સાથે થતાં વિચારોની આપ-લેની અસર અંગત અને કૌટુંબિક જીવન પર પડતી જોવા મળે છે? ૬. હું આનાથી વધુ લાયક છું, સક્ષમ છું એવી સમજણ હોવા છતાં અન્યને એની યથા યોગ્ય સ્વીકૃતિ નથી જેનું પરિણામ ન સમજનારે જ વધુ સહન કરવું પડે છે એવું સ્પષ્ટ રીતે માનું છું? ૭. હું મારી ગમતી પ્રવૃત્તિ પ્રમાણમાં ઓછા સમય માટે કરું તો પણ એની હકારાત્મક અસરમાં રહું છું? ૮. મને ભાવતું ભોજન કે પ્રિય વાનગી મારા સમયે, મને ગમે તેવા સંજોગોમાં, મને ગમતા સ્વાદ, પાત્ર અને માત્રામાં હું બિનશરતી પણે અઠવાડિયામાં બે વાર પણ માણી શકું છું? ખાસ તો આવું હું કરું એની કોઈને દરકાર છે? ૯. મને ગમતાં વસ્ત્રો અને શૃંગાર મારી ઈચ્છા મુજબ, કોઈને પૂછ્યા વગર, કોઈ ટીકા વિના હું ઘરમાં અઠવાડિયામાં બે વાર ધારણ કરીને મ્હાલી શકું છું? ઉપરનો બીજો પ્રશ્ન અહીં રીપીટ. ૧૦. મને મારા સંબંધો મારી મરજીથી સ્થાપવાનો, જાળવવાનો, વિકસાવવાનો અને પુનઃવિચાર કરવાનો પૂરો અવકાશ છે? _____________________________________ ખુલાસાઓ: એક. ઉપરોક્ત દસ પ્રશ્નો બીજા અનેક પ્રશ્નોનું પ્રતિકાત્મક પ્રતિનિધિત્વ છે. બે. પ્રશ્નોનો ક્રમ મહત્વનો છે કારણ કે આપણું મન અમુક રીતે વિચારવા પ્રોગ્રામ્ડ હોય છે. ત્રણ. પ્રશ્નોનો સ્વભાવ જનરલ અને સ્થૂળ છે 'ને જવાબો સ્પેસિફીક અને સુક્ષ્મ. ચાર. આ કોઈ પ્રુવન થીયરી નથી પણ અનેક અનુભવોનું સચોટ પરિણામ તો છે જ. _____________________________________ કોઈનું આંસુ લૂછવુંએ માનવતાતો છે જ પરંતુ, કોઈને આંસુ આવવા જ ન દેવું એ પ્રભુતા છે. કોઈને મારી પડી છે એ ફિલિંગ જેવી તેવી નથી! અસ્તિત્વ ઈશ્વર આપે છે પરંતુ, અનુભૂતિતો આપણાં જ આપી શકે. આનંદ અંદર છે, મનોરંજન બહાર. ભીતરની ભાગોળે રખડવા ભોમિયાની યે જરૂર નથી કે કોઈ કિમિયાની યે નહિ. અને એટલે જ જો ૧ થી ૭ પ્રશ્નોના જવાબો "ના" હોય તો ગમશે! અંતરના આકાશમાં શમણાંની પતંગ છુટ્ટા દોરે ઉડે ને વિહરે એ જ આવનારા ગણતંત્ર દિવસનું વણ લખેલું બંધારણ! અને એટલે જ હેપી સન્ડેના સંદેશા થી શરૂ કરેલ પોસ્ટ ક્યાં રોકવી જોઈએ? હેપ્પી ૨૦૨૦ 😃
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser