Quotes by Milan Goswami in Bitesapp read free

Milan Goswami

Milan Goswami

@milanmilan6519


કર્યું હશે પાપ નક્કી..

નહીંતર ગંગાજળ ને બદલે મદિરા (આલ્કોહોલ) થી હાથ ધોવા ના પડત!!!
-Milan...

ઉંમરમાં મોટાં,દીર્ઘ તપસ્વી,ઘણાં જ્ઞાની-તે બધાં જ ધનથી મોટાં માણસનાં બારણાં આગળ ભિક્ષાની આશા એ ઊભાં હોય છે..
#ભવ્ય

Read More

સારું બોલવાથી સારા નથી થવાતું...
સાચું બોલવાથી સાચા નથી થવાતું...

ગુરૂ વગર જ્ઞાની નથી થવાતું...
ભક્તિ વગર ભક્ત નથી થવાતું...

કલા વગર કલાકાર નથી થવાતું...
દાઢી વધારવાથી સાધુ નથી થવાતું....
#કલા

Read More

|| વિશ્વ હિતાય સંસ્કૃતમ્ ||


#વિશ્વ

દુનિયા એક, પણ દેશ વિવિધ
દેશ એક, પણ રાજ્ય વિવિધ
રાજ્ય એક, પણ પ્રદેશ વિવિધ
પ્રદેશ માં લોકો એક, પણ લોકો ના મત વિવિધ
મતોમાં મુદ્દો એક, પણ વાત વિવિધ
વાતો નો સાર એક, પણ અર્થ વિવિધ
અર્થ એક, પણ વ્યાખ્યા વિવિધ...


#વિવિધ

Read More

.
થોડી વીતી ગયેલી ક્ષણો સાથે મુલાકાત થઇ,
થોડા તૂટેલા સપના સાથે વાત થઇ,
યાદ જો કરવા બેઠા એ બધી યાદો ને તો,
તમારી યાદ થી શરૂઆત થઇ,
અને ફરી તમારી મુલાકાત થઈ..


#મુલાકાત

Read More

ઉતાવળ ઉતાવળને ઉતાવળ...
આજના આ યુગ ને હું ઉતાવળિયું યુગ કહેવાનું પસંદ કરીશ,
કારણ કે કોઈ ની પાસે સમય જ નથી,
આજે બધા પોતાનું જીવન ઉતાવળથી જીવી રહ્યા છે, પણ તે જાણતા નથી કે આ ઉતાવળમાં આપણે પોતાના જીવન નો અર્થ ભૂલી ગયા.
આ ઉતાવળ નો જન્મ આળસ માંથી થાય છે, એક કામમાં જેટલી આળસ બીજા કામમાં તેટલી જ ઉતાવળ...
#ઉતાવળું

Read More