Quotes by Mayur Kava in Bitesapp read free

Mayur Kava

Mayur Kava

@mayurkava4590gmail.com2285


કર જોરી શિશ નમાવું ગંગાધર દયાળુ રે
દેવ દાનવ તુજને સેવે શંકર કૃપાળુ રે

ભસ્માંગ દેહે લલાટ વિરાટ શોભે શશિ રે
ત્રિનેત્ર સંતાપ હરે અવિનાશી માયાળુ રે

વાસુકિની હાર માળા ધ્યાનસ્થ શિવાય રે
પ્રસન્ન મુખ મુદ્રા છે ભોળાનાથ ભાવાળુ રે

ભંયકર વેશ છે ભુત પિશાચ સેવા કરે રે
ગજચર્મ રુદ્રાક્ષ માળા પુષ્પોથી શોભાળુ રે

સદા સેવો નિલકંઠ અર્પે વરદાન શિવ રે
ભવનાથ ભવ દુઃખ હરે વિશ્વમાં ગવાળુ રે

~ મયુર કવા

Read More