Quotes by Mayur Patel in Bitesapp read free

Mayur Patel

Mayur Patel

@mayurappisgmailcom


મારી સંવેદના નું વિશેષણ છે તું,
મારી યાદો નું નિરૂપણ છે તું,

સવારમાં ઉઠતાં ની સાથે જ તારી યાદો નાં વાવાજોડા ની છબીઓ સાથે ઘેરાયેલો છું હું,
ને એ વાવાજોડા નાં ભરાયેલા પાણી માં છબછબીયા કરવા ટેવાયેલો છું હું....

તને મળીને તારી આંખો મા આંખ પરોવીને એક પ્રેમભરી હાસ્ય ની સરિતા આપવા બેબાકળૉ છું હું,
અને ત્યારે તારા મુખ ઉપર આવતી શરમ ની લાલાશ જોવા તત્પર છું હું....

બીજું તો શું કહુ હું,
બસ મારી તારા પ્રત્યે ની લાગણીઓ ને આ કવિતા માં કંડારવા નિષ્ફળ છું હું,
બસ હવે ફરીથી તારી યાદો માં ઓતપ્રોત થઇને તને નીહારવા તૈયાર છું હું.
- મયુર

Read More