Quotes by મન ચૌધરી in Bitesapp read free

મન ચૌધરી

મન ચૌધરી

@manacaudhari0gmail.com2950


એક વિદૂષક હતો. એનું નામ ભદ્રાયુ. ‘મર્મમંજરી નામના એક જૂના સંસ્કૃત નાટકમાં એણે ખૂબ જ સરસ કામ કરેલું. એક દિવસ એ જંગલમાં ગયો હતો. ફરતાં ફરતાં રસ્તો ભૂલી ગયો. રાત પડી ગઈ. બહાર જવાનો રસ્તો ના મળે. આખરે રાત જંગલમાં જ પસાર કરવાનો વારો આવ્યો. પ્રાણીઓની બીકે એ એક ઝાડ પર ચડી ગયો. થોડીવાર બાદ એ ઝાડ નીચે એક વાઘ આવ્યો. વાઘને જોતાં જ ભદ્રાયુ ધ્રૂજવા લાગ્યો. એના શરીરે પરસેવો વળી ગયો. ત્યાં જ એ જે ડાળી પર બેઠો હતો એ ડાળી તૂટી પડી અને એ સીધો વાઘની પીઠ પર પછડાયો. અચાનક પીઠ પર ચાર મણનો પ્રહાર થતાં જ વાઘ પણ જંગલ તરફ ભાગવા લાગ્યો.
 

ભદ્રાયુના છક્કા છૂટી ગયા હતાએણે કચકચાવીને વાઘના ગળે બાથ ભીડી દીધી. વાઘને થયું કોઈ એનું ગળું દબાવી રહૃાું છે. એ અકળાઈને વધારે ઝડપથી ભાગવા લાગ્યો. જંગલના લોકો એને જોઈ રહ્યા. ભદ્રાયુ વાઘની પીઠ પર ચીપકીને બેઠો હતો. વાઘનું ગળું એની બાથમાં હતું. જે જુએ તે ભદ્રાયુની હિંમતની વાહ વાહ કરી રહ્યું હતું.
 
એક ઠેકાણે આવીને વાઘ ઊભો રહ્યો. આસપાસ ઊભેલા લોકોએ એને વધાવી લીધો, ‘વાહ, ભૂદેવ ! તમે તો વીરોનાય વીર નીકળ્યા. જંગલના રાજા જેવા વાઘ પર તમે સવારી કરી અને એને દોડાવી દોડાવીને ઘાંઘો કરી નાંખ્યો, વાહ કહેવું પડે. ભદ્રાયુ હજુયે ધ્રૂજી રહ્યો હતો. એ મનમાં બોલ્યો, પણ શી રીતે ઊતરું ! પણ મનની વાત કોને સંભળાય. લોકો તો જે જોતા હતા એ જ સાચું માનતા હતા. એમને કેવી રીતે ખબર પડે કે ભદ્રાયુ માટે વાઘ પરથી ઉતરવું શકય નહોતું, કારણ કે દેખીતી રીતે ભદ્રાયુ એના પર સવાર હતો પણ હકીકતમાં તો વાઘ જ ભદ્રાયુ ઉપર સવાર હતો.
 
આપણી સાથે પણ જીવનમાં આવું જ બને છે. આપણને એમ લાગે છે કે આપણે ઇચ્છાઓના વાઘ પર સવાર છીએ પણ હકીકતમાં તો ઇચ્છાઓનો વાઘ જ આપણા પર સવાર હોય છે. સવારીની શરૂઆત અનાયાસે જ થાય છે. પણ પછી ભદ્રાયુ બની જવાય છે. ઇચ્છાઓનો વાઘ આપણને એની પીઠ પરથી ઊતરવા નથી દેતો.

Read More

એક પરિવાર હતો. એક શેઠને બે દીકરાઓ હતા. બેમાંથી મોટી પુત્રવધૂ સ્વછંદી અને ઉડાઉ હતી. તેથી થોડા જ સમયમાં તેમનો પરિવાર રોડ પર આવી ગયો. ખાવાના પણ સાંસા પડવા લાગ્યા. પરંતુ સૌથી નાની પુત્રવધૂ ખૂબ જ હોંશિયાર. એક દિવસ એ નાની વહુએ સસરા, જેઠ અને પોતાના પતિને કહ્યું, ‘તમે મૂંઝાશો નહીં. હું ચોક્કસ કંઈક રસ્તો કરીશ. તમને કામ નથી મળતું તો હું કરીશ. પણ એટલેથી પાર નહીં આવે. તમે ત્રણેય એક કામ કરો. શહેરની દાણાપીઠમાં, સોનીબજારમાં અને હીરા બજારમાં જાઓ અને ત્યાંથી ધૂળના પોટલા ભરી લાવો.

  ત્રણેત્રણ બાપ દીકરો જુદી જુદી જગાએ રાત્રે પહોંચી જવા લાગ્યા. દાણાપીઠમાંથી લાવેલાં ધૂળનાં પોટલાં ચાળી ચાળીને સ્ત્રીએ અનાજ ભેગું કર્યુ. એક દિવસ એક એક રોટલો મળી રહે એટલું અનાજ મળ્યું અને બધાંએ ખાધું. સોનાના દાગીના ઘડાતા હતા ત્યાંથી લાવેલી ધૂળ ચાળીને એમાંથી સોનાની ઝીણી ઝીણી કરચ કાઢી એ વેચી એમાંથી સારા એવા પૈસા ઊપજ્યા. એવી જ રીતે હીરા બજારની ધૂળ ચાળી ચાળીને એમાંથી પણ હીરાના કણ કાઢવાનો પ્રયાસ કર્યો. પણ કંઈ ના મળ્યું.

  આખરે આ પ્રયોગ રોજ ચાલુ રહૃાો. થોડા જ સમયમાં સોનાની સારી એવી કરચ જમા થઈ ગઈ અને એક દિવસ નાનકડો, પણ કીમતી હીરો પણ ધૂળમાંથી નીકળ્યો. એ બંને વેચીને બાપ-દીકરાઓએ નવો ધંધો શરૂ કર્યો. મૂળ વાણિયા હતા. નાનકડા ધંધામાંથી થોડા જ સમયમાં મોટો ધંધો શરૂ થઈ ગયો. બે જ વર્ષમાં એ પરિવાર સેટલ થઈ ગયો. સારું એવું કમાતો અને શાંતિથી ખાતો હતો. આ પરિવાર બરબાદ થયો હતો સ્ત્રીઓમાં ચતુરાઈ નહોતી અને આબાદ પણ થયો હતો એક સ્ત્રીની ચતુરાઈને કારણે.

  આ લોકકથા પરથી જ આપણે ત્યાં કહેવત પડી છે કે, ‘ચતુર સ્ત્રી ધૂળમાંથી ધાન પેદા કરે છે, જ્યારે ફુવડ સ્ત્રી ધાનને ધૂળ કરીને ખાય છે. સાર એ છે કે સ્ત્રીની ચતુરાઈને કારણે ઘરમાં સુખનાં સરોવર છલકાઈ શકે છે અને જો ચતુરાઈ ના હોય તો ઘરમાં દુ:ખના દરિયા પણ છલકાઈ શકે છે.

Read More

નામ તારું હોઠો પર આવે તો રાહત મળે છે,
તું તસલ્લી છે, દિલાસો છે, દુવા છે કે શું છે..?

એટલી હિંમત નથી કે હવે કોઈને દિલની વાત કહી શકું,
બસ જેના માટે લખું છું એ સમજી જાય તો ઘણું છે.

-: મૃત્યું :-

એક દિવસ યમદૂત એક માણસનો પ્રાણ હરણ કરવા એના ઘરે આવ્યો, ત્યારે પેલા માણસે કીધુ : 'હું તારી સાથે આવવા બિલકુલ તૈયાર નથી.'
 
યમદૂત : 'પણ તારું નામ મારા લીસ્ટમાં સૌથી ઉપર પેલા નંબરે છે, મારે તને લઈજ જવો પડે એમ છે.'

માણસ : 'તો પછી મારી એક ઈચ્છા પૂરી કરો, તમે મારી સાથે અહી બેસીને થોડુક જમી લો, પછી આપણે બંને સાથે નીકળીએ.'

(પેલા માણસે યમદૂતની નજર ચૂકવીને એના જમવામાં નિંદર આવે તેવી ઔષધિઓ ભેળવી દીધી.)

    જમ્યા પછી યમદૂતને જબરદસ્ત નિંદર આવવા લાગી અને થોડીવારમા તો તે ઘસઘસાટ ઊંઘવા માંડ્યો. એ ઉઠે તેની પહેલા જ ઓલા માણસે યમદુતના લીસ્ટમાંથી પોતાનું પહેલું નામ છેકીને સોથી છેલ્લે લખી દીધું.

    થોડીવાર પછી યમદૂત મસ્ત સુઈને ઉઠયા પછી ખુશમિજાજ અવાજે પેલા માણસને બોલ્યો : 'હું તારા પર બહુ જ ખુશ છું, તારા ઘરે સ્વાદિષ્ઠ ભોજન લઈને મને પરમ આનંદ થયો અને ખુબજ સરસ નિંદર આવી એટલે હવે હું મારા આ લીસ્ટમાની સૌથી છેલ્લી વ્યક્તિ જે છે એને મારી સાથે સૌથી પહેલા લઇ જઈશ!!!!'

બોધ : "મિત્રો, મૃત્યુને કોઈ નથી અટકાવી શકતું, જે વિધિમાં લખેલું છે, તે થઇને જ રહે છે."

Read More

જિંદગીનો આ ટુંકસાર છે..
ન કિનારો, ન મઝધાર છે..
જેઓ બીજાનો આધાર છે..
તેઓ પોતે નિરાધાર છે..
કોઇ જીવે છે ભૂતકાળમાં..
કોઇ પળ ભાવીનો ભાર છે..
આજ કંઇ પણ નવું ન બન્યું..
એ જ મોટા સમાચાર છે.

Read More

જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે..
જુના સંબંધો છુટતા જાય છે,
ને નવા સંબંધો બંધાતા જાય છે..
ક્યાંય કશું અટકતું નથી કોઈના વગર,
ને ક્યાંય કશું છૂટતું નથી આપણાથી..
સંબંધોની આ દુનિયામાં હાર જીતની વચ્ચે
સમય આગળ નીકળતો જાય છે..
સમય કોઈના માટે ના રોકાયો છે
ના કોઈના માટે રોકાશે..
બસ ભુતકાળ છોડતો જાય છે..
ભુતકાળ અને ભવિષ્યની વચ્ચે
માણસ લડતો રહે છે,
અને વર્તમાન વિસરી જાય છે..
સમય એનું કામ કરે છે
અને હાથમાંથી સરકતો જાય છે,
ને માણસ જીવવાનું વિસરી જાય છે..

Read More

આજે ફરી વરસ્યો છે આભ
કે કોઈની આંખો વરસી છે!
જાણે કહી રહ્યું કોઈ,
ધરા હજુય તરસી છે!

આ દુનિયા સિગારેટ વગર ચાલી શકે,
છતાં પણ સિગારેટ બનાવવા વાળો કરોડપતિ છે..
આ દુનિયા દારૂ વગર ચાલી શકે,
છતાં પણ દારૂ બનાવવા વાળો કરોડપતિ છે..
આ દુનિયા મોબાઈલ વગર પણ ચાલી શકે,
છતાં મોબાઈલ બનાવવા વાળો કરોડપતિ હોય છે..
પરંતુ એક ભયાનક સત્ય એ છે કે,
આ દુનિયા અન્ન વગર ના ચાલી શકે,
છતાં પણ આ અન્ન પેદા કરવાવાળો એ કિસાન, એ ખેડૂત
ગરીબ-કંગાળ છે..

Read More

છોડી ગયા એ
અમને વેરાન વનમાં,
છતાંય અમે ખુશ રહ્યા
એમની યાદોના ઉપવનમાં.