Quotes by Jayesh Kumar in Bitesapp read free

Jayesh Kumar

Jayesh Kumar

@loosermen39gmail.com7748


સીધો સરળ ગમતો નથી મુશ્કેલ હોવો જોઈએ,
રસ્તો ખુદા મારો ઘણો કાબેલ હોવો જોઈએ.

દે હર્ષની ના લાગણીઓ તો મને વાંધો નથી,
દેવો જ હો આઘાત તો ધારેલ હોવો જોઈએ.

હું એજ કારણથી કદી રડતો નથી, છે દુઃખ ભલે,
મારી સમસ્યાનો કોઈ ઉકેલ હોવો જોઈએ.

આખી ગઝલ વાંચી જવાશે આંખમાં એની પછી,
બસ શર્ત છે કે આદમી હારેલ હોવો જોઈએ.

કોઈ દિવસ એ થાય કે વીતે સરળ આ જિંદગી,
કોઈ દિવસ એ થાય, કોઈ ખેલ હોવો જોઈએ.

ખયાલ પાલનપુરી

Read More