Quotes by Kunjal Pradip Chhaya in Bitesapp read free

Kunjal Pradip Chhaya

Kunjal Pradip Chhaya Matrubharti Verified

@kunjkalravgmailcom
(975k)

થેંક્યુ મે'મ
"કાંડામાં ચરબી છે, ચરબી... પેન્સીલ પકડતાં પણ શીખવાડવાનું ?" ફેશન સ્કેચની શીટ ફાડતે કટુ શબ્દોનો મેડમે પ્રહાર કર્યો. કેન્ટીનમાં સમોસાની પ્લેટ ચૂપચાપ ચટ્ટ કરીને ઓછા આવેલા ગુણનો શોક પાળતી તે બેસી રહી. એ મેડમને કનડતી હોય એવું અનુભવીને રડવાને બદલે વધુ મહેનત કરીને પોતાનું કલેવર બતાવવાનું જોમ ભર્યું.
અનુસ્નાતક થયા પછી બે વર્ષ અને સફળતા હાંસલ કરતા બીજો દાયકો પસાર થયો. વર્ષો પછી મેડમથી સહેજેય નિસ્બત નહોતો. પણ એમનું અકાળે અવસાન થયું એ સમાચારે ફરી આંખ સજળ થઈ. એક સમયની ડબ્બુ વિદ્યાર્થીની આજની સફળ ફેશન ડિઝાઈનરના મનમાં મેડમનાં મોક્ષની યાચના થકી વર્ષોનો ધરબી રાખેલો ભાર હળવો થયો.
કુંજકલરવ

Read More