Quotes by Karm rana in Bitesapp read free

Karm rana

Karm rana

@karmrajsinhranabhadwana21


કોઈ પર એટલો ભરોસો નાં કરો કે એ આપને દગો આપીને જાય ત્યારે આપને ખૂબ દુઃખ થાય.

વિશ્વાસ.
છે તો નાનો એવો શબ્દ પણ ઘણાને સમજતા આખી જીંદગી જતી રહે છે. ઘણી વાર આપણે વિશ્વાસ એવા લોકો પર મુકી દઈએ છીયે કે જે તેની લાયક પણ નથી હોતા. એટ્લે વિશ્વાસ એવા વ્યક્તિ પર મૂકો કે જેનાં પર વિશ્વાસ મુક્યા પછી શ્વાસ અધ્ધર નાં રહે.

Read More

ગઝલ.
તમે પણ..
દુનિયા એ કઇ બાકી ન રાખ્યું કહેવામાં,
અને હવે તમે પણ...
બરબાદી તો અમારી જોય ને ઘણાં રાજી થયાં,
અને હવે તમે પણ...
મહેણાં તો બહુ બોલ્યા બધાં એ અમને જોઈને,
અને હવે તમે પણ...
સાથ તો ઘણાં છોડી ગયા અમારી એ હાલત માં,
અને હવે તમે પણ...
હસ્યાં બધાં બહુ અમારી એ લાચારી પર,
અને હવે તમે પણ...
યાદ તો ઘણાએ અપાવી અમારી ઓકાત ની,
અને હવે તમે પણ...
મજા તો બહુ લીધી બધાયે અમારી હાલત ની,
અને હવે તમે પણ...
રાણાજી.

Read More