Quotes by Jigar Modi in Bitesapp read free

Jigar Modi

Jigar Modi

@jsmodi


હું તો હસતો ઉભો રાહુ છું તારી રાહ જોવા કે કદાચ ફરી તને જોયી હું પોતે જીવતા શીખી જાઉં

કારણ માત્ર માટે તને એક બાથ ભીડી લઉં કે આખો સમય ફરી આપનો પોતાનો બનાવિ દઉં

Read More

નીકળી પડ્યો બજારમાં કે શું ચાલી રહ્યું છે આસપાસમાં,

જોયી અનેક વસ્તુ ધીરે તો પણ રહી ગયું દિલ બજારમાં. 

મનમોજીલો હું, રહે નહિ દિલ એક ઠેકાણાંમાં,

તો પણ ખબર નહિ શું થયું એવિ એક જગ્યામાં,

કે રહી ગયું દિલ બજારમાં...!

 

બસ એવિ સાંજ હતી જે  હોય રોજે રોજમાં,

બસ એજ કાકા ની કીટલી હતી જે હોય એ ઠેકાણાંમાં,

પ્રેમીઓની પસંદ હતી એવિ એ જગ્યા માં, 

કે રહી ગયું દિલ બજારમાં...!

 

નહતી ખબર નયન એના જોશે આ ખૂણામાં,

પણ પેહલા પ્રેમ ની કાજે બેઠો રહ્યો આ ઠેકાણાંમાં,

આંખો ભરી ને જોઉં બસ એને આ જગ્યામાં,

કે રહી ગયું દિલ બજારમાં...!

 

ના હોય મને આટલો રંગ કોઈનો એ પ્રભુ!

કે રંગો થી રંગાવાનો બસ શોખ ચડી ગયો છે આ ખૂણામાં,

કાશ આજ હશે એ શેતાન કે જે રોકી દીધો મને આ ઠેકાણાંમાં,

પણ સારા પ્રેમ ની શરૂઆત હતી એવિ આ જગ્યામાં,

કે રહી ગયું દિલ બજારમાં...!

 

બસ એ મુલાકાત હતી જે દેખાતી હતી એ ખૂણામાં,

જતી રહી એ જગ્યાએથી પણ જગ્યા બનાવિ દિલ ના ઠેકાણાંમાં,

બસ હવે યાદો ને વગોવતો ઉભો રહ્યો છું એ જગ્યામાં,

કે બસ થમી ગયું છે દિલ એ બજારમાં...!

                                     - જીગર મોદી 

 

 

Read More