Quotes by Jigna in Bitesapp read free

Jigna

Jigna

@jignagevariya98gmail


#MERAKRISHNA

કૃષ્ણ મારા માટે શું છે એ શબ્દો દ્રારા વ્યકત કરવું સંભવ જ નથી. આ એક જ એવો ભગવાન છે કે જેને કોઈ પણ રૂપમાં જોઇ શકાય. મારા માટે મારો કૃષ્ણ ખાલી મારો જ છે જે મારો સહુથી સારો મિત્ર છે..મારો પ્રિયતમ છે..મારો પહેલો પ્રેમી છે. એક એવી વ્યક્તિ કે જેને હું મારી હર વાત કહી શકું. મારાં સુખમાં દુઃખમાં ઉદાસીમાં મારી ભાવુક પળોમાં મારા હસવામાં રડવામાં મારી હર એક ક્ષણોમાં હર હંમેશ જે મારા સાથે છે. મારા માટે મારો કૃષ્ણ એ કોઈ ભગવાન નથી પણ એક એવી અદ્ભૂત વ્યક્તિ છે કે જેનાં સાથે હું નિ:સંકોચ રહી શકું. એનાં સાથે ઝગડી શકું ગુસ્સો કરી શકું રિસાય શકું ચર્ચા કરી શકું પ્રશ્નો પૂછી શકું અને ખૂબ પ્રેમ પણ કરી શકું. કૃષ્ણ...આ નામ જ આટલું મોહક છે. જો એને સામે જોયા વગર પણ હું એને આટલું ચાહી શકું તો જો એ સામે હોય તો શું થાય એની કલ્પના માત્ર જ રોમાંચિત કરી દે એવી છે.

Read More