Quotes by Jaypandya Pandyajay in Bitesapp read free

Jaypandya Pandyajay

Jaypandya Pandyajay Matrubharti Verified

@jaypandyapandyajay.427861
(100.5k)

તારી આંખો

ઘણું બતાવે છે તારી આંખો,
મને સતાવે છે તારી આંખો.

કલ્પનાને મધુર બનાવે છે તારી આંખો,
તારા વિચારે મન મારું લગાવે તારી આંખો.

પ્રેમ મન ભરી નીતારે તારી આંખો,
જીવનને બહુ નિખારે તારી આંખો.

છે આ જાદુગરી સારી, 
જાણે સ્વર્ગ ધરતી પર ઉતારી,
લાગણી છે કેવી તારી ન્યારી,
જે નાંખે દુઃખને બધા નિવારી,
તારી આ કારીગરી છે ખુબ સારી,
જે દે જીવનની બળતરા ઠારી.

મને સંમોહિત કરે તારી આંખો,
મને ફરિ જીવિત કરે તારી આંખો.

જાણે કંઈક કહે છે તારી આંખો,
સદા  આસપાસ રહે છે તારી આંખો.

હેત ખુબ નીચોવે તારી આંખો,
હૃદય મારું પરોવે તારા પર તારી આંખો.

તારું ખંત જગાવે તારી આંખો,
કામના  સૌ જગાવે તારી આંખો.

મીઠાં અમૃત વરસાવે તારી આંખો,
મન બે ઘડી લલચાવે છે તારી આંખો. 

કેવી પ્રભાવી છે તારી આંખો,
બધા અવિર્ભાવ દર્શાવે તારી આંખો.

ઘણું બતાવે તારી આંખો,
મને સતાવે તારી આંખો.

કેવી રંગીન છે તારી આંખો,
નવીન વિચાર જગાવે તારી આંખો.

પ્રેમની રંગોળી છે તારી આંખો,
લાગણી મેં જ્યાં બોળી તે તારી આંખો.

ઘણું બતાવે તારી આંખો,
મને સતાવે તારી આંખો.

મન  કરે છે તેને પૂછી લઉં,
મસ્તીમાં તેની ઝુમી લઉં,
પીડા તેમાં લુછી લઉં,
કર્યા મેં તો પ્રયત્ન ઘણા
  કે પાસે મારી ખેંચી લઉં,

મને  તેણે નાખ્યો ખોલી,
જે વગર પૂછયે ઘણું બોલી,
બસ સાવ નિરાંત જેમાં તે તારી આંખો,
હું જેને જોવા ઈચ્છું તે છે તારી આંખો.

ઘણું બતાવે તારી આંખો,
મને સતાવે તારી આંખો.

                                              લેખન - જય પંડ્યા

Read More

કોઇ આવીને શું ઓગાળે મને એની શ્વાસોની ગરમીથી,
કશી ઉષ્મા વિના હું થીજી ગયેલો છું.

ખલીલ ધનતેજવી
- Jaypandya Pandyajay

મારી રચના આપણા શક્તિપીઠના 1- 22 પ્રકરણ માતૃભારતી પર પ્રકાશિત થયેલ છે.

લી.જય પંડ્યા