Quotes by Hitarth Dhebar in Bitesapp read free

Hitarth Dhebar

Hitarth Dhebar

@hitu7390


ઘડિયાળ આપણે કાંડે બાંધીએ છીએ કે પછી સમય આપણા ગળે બંધાય જાય છે, એ સમજાતું નથી...
- હિતાર્થ ઢેબર "સંઘર્ષ"

સંબંધોનું ગણિત..
પક્ષ, સાધ્ય કે સાબિતી કોઈ નથી જોતું,
અહિ તો “હેતુ” માત્રથી ચલાવી લેવાય છે..

જો કઈ લેવાનું હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી મંડાય છે,
અને જો ચૂકવી આપવાની વાત હોય તો સરાસરી કઢાય છે..

તમે રકમને રકમથી તોડી શક્યા તો સચવાય ગયા,
નહિતો ભાગાકારની વધેલી શેષની જેમ ખૂણે બેસી રહેવાનું હોય છે..

સીધા લોકોની હાલત અહિ પાટીની પેન જેવી હોય છે,
ઠોઠ છોકરાંના હાથમાં આવ્યા તો ચવાય જવાનું હોય છે,
અને જો હોશિયાર બાળકના હાથમાં આવ્યા તો,
એનો કક્કો ખરો કરવા ઘસાય જવાનું હોય છે..

હિતાર્થ ઢેબર "સંઘર્ષ"

Read More

જીંદગીના રંગમંચ પર તો ફક્ત નાટક ભજવાય છે, ખરો રોમાંચ તો પડદાની પાછળ હોય છે..!!
- હિતાર્થ ઢેબર 'સંઘર્ષ'

Ye to sharhado ke usool hain jo use nakaabo me rakhte hain...

varna khwahishe to saari be-nakaab thi...

- Hitarth Dhebar