The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
https://youtu.be/ogds4f6fs5Q Hi all. need your support for likes in this video. She's my wife and has participated in a competition. Max likes on the video will make her win.
क्या मंदिर, मस्जिद, लाल कुंआ क्या खेती-बाड़ी फूलचमन, सब ठाठ पड़ा रह जावेगा, जब छोड़ चलेगा बंजारा... - नजीर अकबराबादी #Lighthouse #DhaivatTrivedi
#AJ #AJJaini #AJDevanshi માતૃભારતીના જ અનોખા અને પોતીકા ગુજરાતી ઈ-મેગેઝીન 'હું ગુજરાતી' માં 'કૌતુક કથા' કરતા આ પાપી કાગડાએ જે-તે વખતે ઉત્તરાયણ સ્પેશિયલ લેખ લખેલો.એ લેખ જરા ફેરફાર સાથે, સાંપ્રત પ્રવાહને ભેળવીને લખાયો છે. એન્જોય. :) મિત્રો, ઉત્તરાયણ આવી રહી છે. તમને સૌને ‘હું ગુજરાતી’ ના પાપી કાગડાની હેપ્પી પતંગ-ચગાવ અને ખુશીયાં-લૂંટાવ મકરસંક્રાંતિ. આપણે સહુએ વર્ષ ૨૦૧૪ માં આપણા ભારત દેશના આકાશમાં બહુ મોટા બદલાવ જોયા. એક નવી જ હવા- નવી જ લહેર જોવા મળી જે છેલ્લા એક દાયકાથી જોવા નહોતી મળી. એટલે આ વખતે થોડા અલગ ટાઇપના પતંગોની વાત માંડીશું. અધ્યક્ષ પતંગ:સામાન્ય રીતે આ પતંગ એકદમ ફોકસ્ડ રીતે સ્થિર રહે છે.પણ ક્યારેક ક્યારેક એના પર બીજાના ધાબે લબુકવાની ટેવ હોવાના આક્ષેપો ય થતા રહેતા હોય છે. તેમાં ય ખાસ કરીને ઉત્તર ભારતમાં અનુકુળ હવામાં તો એ બહુ દૂઉઉર સુધી ઉડે છે અને બીજા બધાના પતંગ કાપીને એ અજેય રીતે ચગ્યા કરે છે. સામાજિક ન્યાય પતંગ:આ પતંગ આજકાલ બધાને લુંટી લેવો બહુ ગમે છે પણ ચગાવવો કોઈને ગમતો નથી કેમકે એમાં ઠુમકા બહુ મારવા પડે છે અને પોતાની શક્તિ વપરાય છે. આ પતંગ ચગાવવા માટે બહુ ટેકનીકની જરૂર નથી. બસ બે-પાંચ થીગડા મારી દો અને એના ફોટા છાપાંમાં છપાવી દો, એટલે આ પતંગ ઉડવા માટે તૈયાર થઇ જાય છે. આ પતંગ ઉડાડવો આજકાલ ફેશન બનતું જાય છે. સેક્યુલર પતંગ:આ પતંગ જરા વધુ પડતા બેલેન્સથી જ ચગે છે. એને ચગાવનારની તટસ્થતા મપાયા પછી જ એ પતંગ પોતે ઉડવાનું પસંદ કરે છે. તમે આડેધડ રીતે આ પતંગ ચગાવી ન શકો કેમકે સહેજ સરખો ઘસરકો પડતાની સાથે જ ‘પતંગ હક બચાવ એસોસીએશન'ના હોદ્દેદાર પતંગો તમારી પર કેસો ઠોકી દેશે અને તમારા પર પંચ નીમાશે કે આખિર યે ઘસરકા પડા કૈસે? કહીં યે બદલા લેનેકી કોશિશ તો નહીં? ટાઈપના કોશ્ચન તમને પૂછવામાં આવશે,માટે આ પતંગને જરા સંભલ કે ચગાવવા પડતા હૈ!! વિવેચક પતંગ:આ પતંગની પહેલાના સમયમાં સમાજમાં, સાહિત્યમાં અને શિક્ષણમાં બહુ બોલ એવમ બાલા હતી. પરંતુ, આ પતંગે જ્યાં-ત્યાં ઘુસ મારીને પોતાની અણીથી ઘણા નવા પતંગોની અણી તોડી નાંખી હતી. એ પછી ગમતા પતંગોને જ પતંગ તરીકેની માન્યતા આપવા માંડેલા આ પતંગે પછી ઉંચી ઉડાન ભરી જ નહીં.હવે હાલ એ છે કે આ પતંગ હમણાં હમણાં પાછો સક્રીય થયો છે. આજકાલ ફેસબુક અને ટ્વીટર પર આ પતંગ છાશવારે ઉડાઉડ કરે છે. નવી ફિલ્મ હોય કે પુસ્તક, આ પતંગ ચગાવનારા લોકોને આ પતંગને થોડીવાર પુરતો ઉડતો જોઇને પોતાનો પતંગ ચગાવી મારવાની બહુ લાલચ થઇ આવે છે.પણ એ લોકોને એ ખબર નથી હોતી કે આ પતંગને ઉડવા માટે એરકુલરનો ફેન વપરાયો હોય છે, જે થોડીવાર જ હવા આપી શકે છે. વાહ વાહ પતંગ:આ પતંગ મુખ્યત્વે ફેસબુક અને ઇંસ્ટાગ્રામ માં બહુ જોવા મળે છે. દરેક નવા ગલકા (પોસ્ટ, ફોટું) માટે આ પતંગ તરત ઉડાન ભરે છે અને તરત ઉતરી પણ જાય છે. જનરલી આ પતંગના માલિકોને બહુ ટાઇમ હોતો નથી એટલે થોડીવાર જ ચગે છે. પરંતુ, કોઇ બાલિકા કે કન્યાના કેસમાં એક પતંગમાંથી અનેક પતંગ થતાં વાર લાગતી નથી. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, (લોકલાગણીને માન આપીને) સાહેબ પતંગ:આ પતંગ મે-2014 થી ઉંચે ને ઉંચે ઉડ્યા કરે છે અને આખા ભારતમાં ઉડતો રહ્યો છે. આખી દુનિયા આ પતંગની ઉડાન જોઇ રહી છે જેમાંના એક તમે પણ છો માય લોર્ડ. :)
મહોબ્બતનો હિસાબ જુદો છે. એ મેટલ ગાળીને બનાવેલો કાચો બાંધો છે. રો મટીરીયલ છે. પણ નક્કર છે, પોલાદી છે કેમકે સંજોગોની આગની ભઠ્ઠીએ એને એવો ઘાટ આપ્યો છે. મહોબ્બત નિહાયત જઝ્બાત સાથે જોડાયેલી વસ્તુ છે અને એટલે જ દિમાગી ગણતરીઓ ત્યાં પડી ભાંગે છે. #AJJaini #AJDevanshi #AJArpit #AJAnand
#MKGANDHI એટલે टेस्ट में बेस्ट, वांचन में श्रेष्ठ..
#MKGANDHI ને ગાળો આપતા પહેલાં એમને એક વખત વાંચી જુઓ. ગાળો બંધ થઈ જશે અને એમના બીજા લખાણો વાંચવા પ્રેરાશો એની જાત ગેરંટી...
#MKGANDHI એટલે ગ્રામ્યજીવન અને સ્કિલને મહત્વ આપી વિદ્યાર્થીને માણસ બનાવવા માટેનું શિક્ષણ જગતને ભેટ આપેલું મોડેલ...
#MKGANDHI એટલે જાતિ-જાતિ અને કોમ-કોમ વચ્ચેના પ્રશ્નોનું એકમાત્ર અધિકૃત સોલ્યુશન...
જ્યાં સુધી માણસ પોતાની ચાલુ સ્થિતિમાં રાજી રહે ત્યાં સુધી તેને તેમાંથી નીકળવાનું સમજાવવું એ મુશ્કેલીની વાત છે. તેથી દરેક સુધારાની પૂર્વે અસંતોષ હોવો જ જોઈએ. ચાલુ ચીજનો અણગમો પેદા થાય ત્યારે જ તેને નાખી દેવાનું મન થાય. તેવો અસંતોષ હોવો જ જોઈએ. #MKGANDHI
હિન્દુસ્તાન અંગ્રેજોએ લીધું નથી, આપણે તેમને આપ્યું છે. તમને યાદ આપું છું કે આપણા દેશમાં તેઓ અસલમાં વેપાર અર્થે આવ્યા. તમારી કંપની બહાદુર કોને બનાવી? કંપનીના માણસોને મદદ કોણે કરી? તેઓનું રૂપ જોઇને કોણ મોહાઈ જતા? ઈતિહાસ પુરાવો આપે છે કે આપણે જ તે બધું કરતા. પૈસો જલ્દી મેળવવાના હેતુથી આપણે તેઓને વધાવી લેતા. મને ભાંગ પીવાની આદત હોય અને ભાંગ વેચનારનો વાંક કાઢવો કે મારો પોતાનો? તે વેચનારને હાંકી કાઢીશું તો શું બીજા મને ભાંગ નહીં વેચે? #MKGANDHI
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser