Quotes by Haresh Shah in Bitesapp read free

Haresh Shah

Haresh Shah

@hareshshah53gmail.com3813


આકાશ પર થી,જયાં નજર હટી,
ને નીચે પાર્કિંગ માં જોયું,
તે વ્યોમનું જ પ્રતિબિંબ,
ચકચકાટ ગાડી નાં bonnet પર!

મધ્યાહ્ન

...અને સાથેજ જોયો એને,
આટલી કાળજી થી મારી ગાડી ચમકાવી,
ને હવે દૂર મારા વૃક્ષો ને ઝારી થી,
જલ અભિષેક કરનાર માળી ને!

अंतिम

બે-ત્રણ ફાટેલા ગંજી,
એટલા જ
જીર્ણ શોર્ટસ નો એ વૈભવ ધારી,
ગળામાં લાંબો બેરંગી રૂમાલ વીંટી ને.


ને મેં જોયા જાણે નાગધારી
સ્વયં નીલકંઠ ને,
એ માળી ના પડછાયા માં.

અસ્તુ.


વિશ્વ કવિતા દિવસ
માટે સ્વ રચિત

Haresh Shah
Mon,22 March 2021.

Read More