Quotes by Riddhi Gohel in Bitesapp read free

Riddhi Gohel

Riddhi Gohel

@gohel.riddhi9354


પુરુષ એટલે એક એવું વ્યક્તિત્વ જેનાં હ્રદયમાં ધરબાયેલો ડૂમો તેની આંસુઓની ખારાશ કરતાં વધુ વજનદાર હોય છે.

Read More

તું જે પીડા ને અનુભવતાં પણ ડરે છે, હું એ પીડા ને રોજ મારી અંદર લઈને ફરું છું.

ગમે એટલી સખત અને મજબૂત વ્યક્તિને પણ એક એવાં વ્યક્તિની તીવ્ર ઝંખના હોય જ છે જેનાં ખભે માથું મૂકતાની સાથે જ તેની બધી ખારાશ ઓગળી જાય.

Read More

હું તો મારું બધું જ ત્યાં તારી કને મૂકીને આવી છું, ને તારી પાસે તો મારી અઢળક યાદો નો ખજાનો છે, તું જ વિચાર હું કેમ જીવતી હોઈશ, માત્ર તારા નામ ના આધારે..?

Read More

જેણે તમારા મૌનને સાંભળ્યું છે એ વ્યક્તિને કાયમ તમારી પાસે રાખી લેજો.

તારી યાદ સાથે જ આવે છે વરસાદ, ક્યારેક આભમાંથી, ક્યારેક આંખમાંથી..

ઝીદ કહી લે કે ઝનૂન, પ્રેમ કહી લે કે નફરત, આઝાદી કહી લે કે બંધન, ફૂલ કહી લે કે કાંટા, આકાશ કહી લે કે ધરા, પ્રાર્થના કહી લે કે બદદૂઆ, જીવતર કહી લે કે મૃત્યુ, મારા માટે તો બધું તું જ છે, માત્ર તું જ.

Read More

રાત સૂવા માટે હોય છે, પણ અહીં તારા વગર આંખો પણ બંધ નહીં જ થાય એવી ઝીદ લઈને બેઠી છે.

અંતે મારી રાહ જોવાની એટલી તો ફળી, મારી ચિતાને તારા હાથે અગ્નિદાહ તો મળી.

સમય જ આપણને ચલાવે છે.