Quotes by Gery Bond in Bitesapp read free

Gery Bond

Gery Bond

@gerybond6790


Piyush Vadnagari...ગઝલ

હવે જીવાય ના તારા વગર;
કહી જીવી ગયા મારા વગર.

મને આવી બતાવે કોઈ તો;
રડે છે આંખ આ કોના વગર.

હું,તો આવી ઉભો તો બાગમાં;
તું,તો આવીને ગઈ જોયા વગર.

ફરેબી ચાલ ચાલી પ્રેમમાં;
સનમ ચાલ્યાતા શરમાયા વગર.

વળી ગ્યા પાછા આવી ઘર સુધી;
આ દિલના દ્વાર ખખડાયા વગર.

હતી કૈ , ભૂલતો કે'વું હતું;
ગયાતા કેમ ? સમજાયા વગર.

~પિયુ વડનગરી
29/4/2020

Read More