Quotes by Drupad Vyas in Bitesapp read free

Drupad Vyas

Drupad Vyas

@drupadvyasgmailcom


#MERAKRISHNA

કાન એટલે મારો બાળસખો. જ્યારે દિવાસભરના માનસિક અને શારીરિક શ્રમથી થાકીને રાત્રે યમુનાના નીર માં પગ બોળીને આંખો બંધ કરીને હું મારા વહી ગયેલા દિવસ નું પૃથ્થકરણ કરતો હોઉં ત્યારે હળવેકથી બાજુમાં આવીને બેસી જાય અને હળવેક થી ચહેરા પર મોરપિચ્છ ફેરવી મને જગાડે. દિવસ ભર મેં કરેલા સારા કામો યાદ કરાવે અને મારા કારણે ખુશ થયેલા લોકોના સ્મિત મને યમુનાના નીર માં બતાવે અને જ્યારે મારાથી નારાજ લોકોની વાત કરું એટલે મારા હોઠ ઉપર આંગળી મૂકી મને ચૂપ કરી દે એ સાથેજ કાન માં ભગવદ્દ ગીતા ગુંજવા માંડે એ ક્ષણે હું અર્જુન બનીને મારા સખાની વાતો સાંભળુ. એક સાચા મિત્રની જેમ સાચો રસ્તો બતાવી ને અંતિમ નિર્ણય મારી ઉપર છોડી દે..યમુના ના શિતળ જળના છાંટા મારી ઉપર ઉડાડી મને શ્રમિત દિનને અંતે તાણ મુક્ત બનાવી કદંબ ના ઝાડ નીચે પોઢાડી પછી રાસ રમવા ચાલ્યો જાય..
તારા વિના શ્યામ મને એકલડુ લાગે.....

Read More