Quotes by Dr Dhara Dangariya in Bitesapp read free

Dr Dhara Dangariya

Dr Dhara Dangariya

@drdharadandariya


?HAPPY JANMASHTAMI ?

‘રાધિકા રાણી...’

રાધિકા રાણી મને પ્રાણથી પ્યારી,
રાસ રચતી એ વૃંદાવનની ક્યારી...

બરસાના વાળી કિર્તીની કુમારી,
બહુ રૂપાળી એ ભાનુની દુલારી...

સંકેતમાં મળી રચાતી પ્રેમકહાની,
શ્યામની સંગિની એ ભંડીરની વાતડી...

કુરુક્ષેત્રે યશોદા ને રુક્મણીની હાજરી,
ફરી એક મુલાકાત ત્યાં રાધા ને કાન ની...

એક અવઢવ એ દ્વારિકાના નાથની,
વાંસળીના સૂરે આવે યાદ રાધા નામની...

રંજ એના વિરહનો ને દુભાતી લાગણી,
પગલે વસંતને મારી પાંપણ ભીંજાતી...

યાદવની જિંદગી હવે, માધાની જિંદગાની,
રાધિકા રાણી મને પ્રાણથી પણ પ્યારી...

Read More

‘હું કૃષ્ણની પ્રિયતમા...’

હું કૃષ્ણા; મારા કૃષ્ણની કૃષ્ણા...
દ્વાપર યુગની મીરા; ને પાંચાલની પુત્રા...
અર્જુનની પ્રેમિકા હું; શ્રુતકર્મની માતા...
પાંડવો તણી પત્ની; હું જ યાજ્ઞસેના...
હા...હું જ કૃષ્ણા ને હું જ દ્રોપદા...

હું રાધા; મારા કૃષ્ણની રાધા...
વૃષભાનુ તણો તાત ; કિર્તીદેવી એ માતા...
વૃંદાવનની ગોપી;વતન મારું બરસાના...
શ્યામાની સાસુ ને અભિમન્યુની ભાર્યા...
હા...હું જ રાધિકા ને હું જ વૃંદા...

હું મીરા; મારા કૃષ્ણની મીરા...
રતનજી પિતા; ભોજરાજ મહારાણા(પતિ)...
મેવાડ તણું સાસરું; કર્મ સંગાથી રાણા...
રૈદાસ ગુરુ મળ્યા; મારા વાલીડા કાના...
હા...હું જ વૈરાગણ ને હું જ મીરા...

Read More

મુજ એકલીનો પ્રાણ...
વાંકડિયા વાળ તારા,વાંસળીનો નાદ...
જાઉં હું વારી તારા કામણને કાજ...

દેવકીનો જાયો,માતા જશોદાનો લાલ...
સુદામાનો સખો,મારી રાધાનો કાન...

વાસુદેવનો બાળ,મામા કંસનો કાળ...
નંદનો કિશોર,ગો-ધણનો રખવાળ...

નરસિંહનો તારણ,રાણી મીરાનું માન...
ઓધવ...મુજ એકલીનો પ્રાણ...
માધવ...મુજ એકલીનો પ્રાણ...

Read More

‘મારો કાનુડો...’

મારો કાનુડો એ... મારો કાનુડો...

ક્યારેક રુક્મણીનો તો ક્યારેક સત્યભામાનો,
પણ નથી એ પેલી રૂપાળી રાધાનો...
મારો કાનુડો એ...મારો કાનુડો...

ક્યારેક ગાયોનો તો ક્યારેક ગોવાલણોનો,
નથી એ માત્ર વૃંદાવનની ઘટાઓનો...
મારો કાનુડો એ...મારો કાનુડો...

ક્યારેક ગોકુળ-ગલીનો તો ક્યારેક મથુરાના ચોબાનો,
નથી એ માત્ર હેમની દ્વારિકાનો...
મારો કાનુડો એ...મારો કાનુડો...

ક્યારેક બંસરીનો તો ક્યારેક મોરપીંછનો,
નથી એ માત્ર કદંબ કેરી ડાળનો...
મારો કાનુડો એ...મારો કાનુડો...

ક્યારેક યમુનાનો તો ક્યારેક સાંદિપનિનો,
નથી એ માત્ર મિત્ર સુદામાનો...
મારો કાનુડો એ...મારો કાનુડો...

ક્યારેક કુરૂક્ષેત્રનો તો ક્યારેક ભગવદ્ કથનોનો,
નથી એ માત્ર સારથિ સવ્યસાચીનો...
મારો કાનુડો એ...મારો કાનુડો...

ક્યારેક મીરાનો તો ક્યારેક નરસૈંયાનો,
પણ નથી એ પેલી રાધાનો...
હા...નથી જ એ પેલી રાધિકાનો...
મારો કાનુડો એ...મારો કાનુડો...

Read More