Quotes by Deep patel in Bitesapp read free

Deep patel

Deep patel

@deeppatel910


બચપણ ની નથી દોસ્તી અમારી,
પણ સૌથી પ્યારી છે એ દોસ્ત મારી.

ઘર મા બધાંની લાડલી ખરી,
પણ એને મમ્મી સૌથી વ્હાલી.

મેકઅપ ની સાથે એને છત્રીસ નો આંકડો,
પણ સુંદરતા સાથે એને પાક્કી દોસ્તી.

વટાણા થી એને બઉ નફરત,
પણ ગવાર થી એને બઉ લગાવ.

યાદ તારી બઉ આવે છે દોસ્ત,
હવે કોઈ અગાશીમાંથી નથી પૂછતું કે તું જામ્યો કે નહિ,
હવે શમી સાંજે મારી વાતો સાંભળવા વાળુ કોઈ નથી,
હવે હું ક્યાંક ખોટો હોઉં તો મારી ભૂલ સુધારવા વાળુ કોઈ નથી.


દૂર બઉ છે અંતર થી તું,
પણ અંદર તું સાવ નજીક છે દોસ્ત.
ભલે તું મારી સાથે નથી,
પણ મારી દરેક વાતે- વાતે તું છે દોસ્ત.

Read More

પાણી ને વાહેવું તું, મારે કહેવુ તું,
પાણી મા પાણી તરેછે બરફ થઈ ને હુતો તારામા ડુબુ છું તું થઇ ને,
કેમ કે બરફને તરવું છે એમાં , મારે તો ડૂબવું છે તારામા,
પાણી ને વહેવા માટે ગણી જગ્યા મળી , મને કહેવા માટે એક મોકો પણ નહી.

Deep Patel

Read More

એ કડવી કૉફી સાથે કરેલી મીઠી વાતો,આજે કૉફી કરતાંય કડવી લાગે છે.

એની સાથે દેખેલા દરેક દ્રશ્યો આજે અદ્ર્શ્ય લાગે છે,

એની માટે મમ્મી એ આપેલો ઠપકો આજે સાચો લાગે છે,

એને મળવા માટે થતી તાલાવેલી આજે ગાંડાગેલી લાગે છે,

પોતાને સાચી ગણાવતી એ , આજે મને ખોટી લાગે છે.


Deep Patel

Read More

કોઇ તારા ને મારા છુટા પડયાનું કારણ પૂછે તો શુ કહુ...
પાણીમાં પહેલીવાર ભાગલા પડ્યા એમ કહું...

અજ્ઞાત...