Quotes by લાગણીનો સંબંધ in Bitesapp read free

લાગણીનો સંબંધ

લાગણીનો સંબંધ

@cibilheadlegal2010


રેલવે સ્ટેશન...અને બસ સ્ટેન્ડ.. પરના આ શબ્દોને પરિવાર વચ્ચે લાવવાનો સમય પાકી ગયો છે...અને જો મોડું થયું...તો સામાજિક કોરોના ફેલાતા વાર નહીં લાગે....
#પૂછપરછ

Read More

પાસે આવીને લોભાવશો એ ચાલશે...
નજીક આવીને લલચાવશો એ કદાચ ચાલશે..
પણ...જો..
દૂર રહીને લટકવશો....તો જોયા જેવી થશે....
#લલચાવવું

Read More

પાપ કરતા મંદ...
પ્રેમ કરતા મધ્યમ...
પુણ્ય કરતા ત્વરિત...
તો સ્વર્ગ હાથવેંત છે.....
#ત્વરિત

૫-૫ રાફેલ આવ્યા પછી મુખ માથી નીકળતો એક જ ઉદગાર..... સલામ....સલામ....સલામ....
#સલામ

કોરોના એ મારા પ્રભુ ને કીધું....જોયું પ્રભુ!...મે ઘરેથી તારા મંદિરે આવું કેટલું મુશ્કેલ કરી દીધું...
પ્રભુ એ કીધું એ મુશ્કેલ ને મે અવસર બનાવ્યો..
ઘર ને જ મંદિર બનાવી દીધું.....
#મુશ્કેલ

Read More

ઘણાં સમય પછી પ્રતિયોગિતા માં એવો શબ્દ આવ્યો છે કે એને લખવા કરતાં માણવાની મજા વધારે આવશે.... ખુશ....
#ખુશ

ભૂમિતી ના આ શબ્દો..અર્ધવર્તુલ... અર્ધગોલાકાર...કેમ જીવનમાં આવી ગયા....???
અર્ધસત્ય....અર્ધનગ્ન...!!!
#અર્ધ

સારા થાઓ એ વ્યવહાર માટે સારૂ...
સાચા થાઓ એ આત્મા માટે સારૂ...
સાદા થાઓ એ પરિવાર માટે સારૂ..
અને
સાજા થાઓ એ શરીર માટે સારૂ....
બસ મહત્વ કોને આપવું એ આપડે નક્કી કરવાનું..
#સાજા -થાઓ

Read More

સંઘરવું એ માણસ નો સ્વભાવ છે...પણ સંઘરેલું સંતાડવું એ દુર્ભાવ છે.... દાનવીર ભામાશા એ દુર્ભાવ છોડી એને સ્વભાવ બનાવ્યો હતો...વંદન...
#સંઘરવું

Read More

રોજમેળ ના પાના પર અને ઘરના દરવાજા પરથી હવે આ શબ્દો જીવનમાં પ્રત્યક્ષ રૂપે આવે એ જ પ્રભુને પ્રાર્થના....
#લાભ

Read More