The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તારી અને મારી વચ્ચે થોડી દુરી છે; કવિતાઓ મારી એટલે જ અધૂરી છે. સમજનારાઓ સમજશે સાનમાં પ્રિયે; બધું જ હોઠો થી કહેવું ક્યાં જરૂરી છે. હસતા હસતા હરી ગઈ દિલ મારુ એ; દિલને ખોઈ નાખવામાં પણ ક્યાં ચતુરાઈ છે. નથી ટકતું યૌવન કોઈનું , ના ટકશે એ; તો પ્રિયે , તને શેની એવી મજબૂરી છે. કહેવાનું હતું એતો કઇ દીધું મેં તને; તે પણ જે કહેવાનું હતું એ કઈ દીધું છે. ભલે રહી હોય અધૂરી કહાની મારી ; ભાગ્યે જ લોકો બધું પામીને જાય છે. આ કવિતા પણ અહીંયા દોસ્ત; ખરેખરમાં પુરી જ થાય છે. - ચંદ્ર પટેલ
લાખો શીકાયતો અને શિકવા છે તારા પ્રત્યે, તો પણ મને તારી એ બકવાસ વાતો ગમે છે. જ્યારે જ્યારે પણ આ લાગણીશૂન્ય હ્રદય દ્રવી ઉઠે છે, ન જાણે હોઠો પર તારું જ નામ રણકી ઉઠે છે. દૂર થઈશું એવા વિચાર માત્રથી જ આ દિલમાં, તારી એક પ્રોમિસ પણ અલગ ઊર્જા આપી દે છે. હું નથી જાણતો કે આપડે બંને શું છીએ એકબીજા માટે, પણ બસ મને તો તારો જ સાથ જોઈએ છે. ભલે તારી રાહ અને મંઝિલ જે પણ હોય, પણ મને તો હરહમેશ તારો ખીલતો ચહેરો જોઈએ છે. આવે ભલે પહાડ તેવી મુશ્કેલી જીવનમાં, એક અધૂરો જીવ માંઝી બનવા માટે તત્પર જ છે. ન ભરાય તેવો છે ખાલીપો તારા વગર જીવનમાં, શાયદ પૂનમના 'ચંદ્ર' પાછળ અંધારું પણ આનું જ છે. - ચંદ્ર પટેલ
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser