Quotes by Bhavesh Patel in Bitesapp read free

Bhavesh Patel

Bhavesh Patel

@bhvsh1987gmail.com5060


Bhavesh

-Bhavesh Patel

🙏🏼અચૂક વાંચવા જેવું 🙏🏼
(Think Once)
===========

ભગવાને એક ગધેડાનું સર્જન કર્યું અને એને કહ્યું, "તું ગધેડા તરીકે ઓળખાશે, તું સૂર્યોદય થી લઈને સુર્યાસ્ત સુધી થાક્યા વગર તારી પીઠ પર બોજો ઉઠાવવાનું કામ કરશે, તું ઘાસ ખાશે, તને બુદ્ધિ નહિ હોય અને તું ૫૦ વર્ષ સુધી જીવશે."

ગધેડો બોલ્યો, "હું ગધેડો થયો એ બરાબર છે પણ ૫૦ વર્ષ નું આયુષ્ય ઘણું બધું કહેવાય, મને ૨૦ વર્ષ નું આયુષ્ય આપો." ઈશ્વરે એની અરજ મંજુર કરી.

ભગવાને કુતરાનું સર્જન કર્યું, એને કહ્યું "તું કુતરો કહેવાશે, તું મનુષ્યોના ઘરોની ચોકીદારી કરશે, તું મનુષ્ય નો પરમ મિત્ર હશે, તું એને નાખેલા રોટલાના ટુકડા ખાશે, અને તું ૩૦ વર્ષ જીવીશ.
કુતરાએ કહ્યું, "હે પ્રભુ ૩૦ વર્ષ નું આયુષ્ય તો ઘણું કહેવાય ૧૫ વરસ રાખો," ભગવાને મંજુર કર્યું.

ભગવાને વાંદરો બનાવ્યો અને કહ્યું, "તું વાંદરો કહેવાશે, તું એક ડાળી થી બીજી ડાળી પર જુદા જુદા કરતબ કરતો કુદાકુદ કરશે અને મનોરંજન પૂરું પાડશે, તું ૨૦ વર્ષ જીવીશ." વાંદરો બોલ્યો "૨૦ વર્ષ તો ઘણા કહેવાય ૧૦ વર્ષ રાખો". ભગવાને મંજુર કર્યું.

છેલ્લે ભગવાને મનુષ્ય બનાવ્યો અને એને કહ્યું : "તું મનુષ્ય છે, પૃથ્વી પર તું એક માત્ર બુદ્ધિજીવી પ્રાણી હશે઼ તું તારી અક્કલ નાં ઉપયોગ વડે સર્વે પ્રાણીઓનો સ્વામી બનશે. તું વિશ્વને તારા તાબામાં રાખીશ અને ૨૦ વર્ષ જીવીશ."

માણસ બોલ્યો : " પ્રભુ, હું મનુષ્ય ખરો પણ ૨૦ વર્ષનું આયુષ્ય ઘણું ઓછું કહેવાય, મને ગધેડાએ નકારેલ ૩૦ વર્ષ, કુતરાએ નકારેલ ૧૫ વર્ષ અને વાંદરાએ નકારેલ ૧૦ વર્ષ પણ આપી દો." ભગવાને મનુષ્ય ની ઈચ્છા સ્વીકારી લીધી.

અને ત્યારથી, માણસ પોતે માણસ તરીકે ૨૦ વર્ષ જીવે છે, લગ્ન કરીને ૩૦ વર્ષ ગધેડો બનીને જીવે છે, પોતાની પીઠ પર બધો બોજો ઉપાડી સતત કામ કરતો રહે છે, બાળકો મોટા થાય એટલે ૧૫ વર્ષ કુતરા તરીકે ઘરની કાળજી રાખી જે મળે તે ખાઈ લે છે, અંતે જ્યારે વૃદ્ધ થાય ત્યારે નિવૃત્ત થઈને વાંદરા તરીકે ૧૦ વર્ષ સુધી એક પુત્રના ઘરથી બીજા પુત્રના ઘરે અથવા એક પુત્રીના ઘરેથી બીજી પુત્રીના ઘરે જઈને જુદા જુદા ખેલ કરીને પૌત્રો અને ભાણીયાંઓને મનોરંજન પૂરું પાડે છે............🙏

ક ડ વું સત્ય છે .
સાચી વાસ્તવિકતા છે👌👌👌👌👌૧૦૦%

Read More

खुद को एक सोने के सिक्के जैसा बनाइये ,

जो अगर नाली में भी गिर जाए तो भी कीमत कम नहीं होती

-Bhavesh Patel

पेड़ कभी डाली काटने से नहीं सूखता,

पेड़ हमेशा जड़ काटने से सूखता है,

उसी तरह व्यक्ति अपने कर्म से नहीं,

बल्कि अपनी सोच और गलत व्यवहार से हारता है।

-Bhavesh Patel

Read More

जिंदगी में बेशक हर मौके का फायदा उठाओ ,

मगर किसी के हालात और मजबूरी का नही।

-Bhavesh Patel

જો મહેનત કર્યા પછી પણ, સપના પુરા ના થાય તો રસ્તો બદલો,

સિદ્ધાંત નહિ કેમ કે વૃક્ષ પણ પોતાના પાંદડા બદલે છે, મૂળ નહિ

-Bhavesh Patel

Read More

જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો, જે નસીબમાં

નથી લખ્યું એને પણ મહેનતથી મેળવતા શીખો

-Bhavesh Patel

હારેલો માણસ જે કરી શકે છે તે

જીતેલો માણસ ક્યારે કરી શકતો નથી.

-Bhavesh Patel

🙏🏻પ્રણામ🙏🏻

જીંદગી માં જો તમે ઘસાતા હોય એવું લાગેતો ઘસાય જવું,
કેમકે પથ્થર ઘસાય ને હિરો બને છે ને પછી જ એના ચમક ની કિંમત વધે છે...!

શુભ સવાર...🌞

-Bhavesh Patel

Read More