Quotes by ભાવેશભાઇ વશરામભાઇ ગઢવી ખાત્રા in Bitesapp read free

ભાવેશભાઇ વશરામભાઇ ગઢવી ખાત્રા

ભાવેશભાઇ વશરામભાઇ ગઢવી ખાત્રા

@bhavesabhaigadhavi99635gmail.com200348
(4)

ગઝલ
વહે જેમ તરણ વ્હેણોમાં,નથી તાસીર એ મારી,
લગીર ઝરણું ભલે લાગુ,ઘૂઘવતો હું સમંદર છું.(૧)
ચમકતી ચીજ સમજીને,હરખ કર હાથના લેશો,
શીતળ નવ સમજશો સાવે,ધધકતી આગ અંદર છું(૨)
પરા ને પાર બેઠો છું,ફક્ત હસ્તી અહીં મારી
ત્રિલોકી નાથનો બાળક,સદાનો હું સિકંદર છું.(૩)
ખરી જાશે ખલક કેદીક, ધરી છે ખોળ જે આજે
રમણધર હું બની રમતો,નજર કરજો નિરંતર છું(૪)
દિશે મુજ રૂપ દર્પણમાં,જરા નીરખી અને જોજો
ભીતરમાં"ભાવ"જો રાખો,અખિલ સૃષ્ટિનું અંતર છું(૫)
✍🏻ભાવેશભા વશરામભા ખાતરા

-ભાવેશભાઇ ગઢવી

Read More