Quotes by Bhatt Abhishek in Bitesapp read free

Bhatt Abhishek

Bhatt Abhishek

@bhattabhi831gmailcom


#MoralStories
શબ્દોની અસર

રઘુ તેની ગર્લફ્રેન્ડ ક્રિષ્નાને ખૂબ જ પ્રેમ કરતો.એ ક્રિષ્નાનો પડતો બોલ જીલી લેતો.રઘુની આર્થિક પરિસ્થિતિ નબળી હતી જ્યારે ક્રિષ્ના તવંગર પરિવારની હતી.બંનેની રહેણીકરણી જુદી હોવા છતાં બંને એકબીજાને જાનથી પણ વધુ પ્રેમ કરતાં.
રઘુ ક્રિષ્નાના પ્રેમમાં એટલો પાગલ હતો કે એની સાથે રહેવા એ કામ પણ ના કરતો.ક્રિષ્ના રઘુને ઘણુંબધું સમજાવતી પણ રઘુ હંમેશા કાલીઘેલી વાતો કરી ક્રિષ્નાને સમજાવી લેતો.
રઘુને સમજાવવા એક યોજના બનાવી બીમારીનું બહાનું બતાવી ક્રિષ્ના થોડાં દિવસ રઘુથી દૂર રહી.એક દિવસ અચાનક તેણે રઘુને કૉલ કર્યો અને કહ્યું, ‘રઘુ મારી એક કિડની ખરાબ છે.કિડની બદલવા મારે એક લાખ રૂપિયાની જરૂર છે.’
‘તારા પાપા પાસે તો લાખો રૂપિયા છે તો તું મારી પાસે કેમ માંગે છે?’
‘મારા પાપા પાસે તો છે જ પણ લગ્ન પછી મારી જવાબદારી તારે સંભાળવાની હોય અને જો ત્યારે કિડની ખરાબ થઈ હોત તો?’
‘ત્યારનું ત્યારે જોઈ લેત’
ક્રિષ્નાએ રઘુ પાસે આવા જવાબની અપેક્ષા નોહતી રાખી એટલે તેને રડવું આવી ગયું.રડતાં રડતાં તેણે કૉલ કટ કરી દીધો.
બીજા દિવસે સવારે ક્રિષ્ના પર એક કૉલ આવ્યો, ‘મેડમ રઘુ નામના છોકરાએ તમારા માટે કિડની આપી છે, તમે ક્યારે ટ્રાન્સપ્લાન્ટ કરાવશો?’
સામેવાળાની વાત સાંભળી ક્રિષ્ના ચોધાર રડી પડી.તેણે કહેલાં શબ્દોની રઘુ પર આટલી હદ સુધી અસર પડશે એ તેણે નોહતું વિચાર્યું.એ રઘુ પાસે પહોંચી અને તેના પગમાં પડી ગઈ.
શીખવાની વાત!
શબ્દની ધાર તલવાર કરતાં પણ તીક્ષ્ણ હોય છે.ક્યારેક મજાકમાં કહેલાં શબ્દોના પણ માઠાં પરિણામ આવે છે.એટલે સમજી વિચારીને બોલવું જોઈએ.

Read More