Quotes by Aslam Ansari in Bitesapp read free

Aslam Ansari

Aslam Ansari

@aslamansari134712


શૂન્યતામાં પાનખર ફરતી રહી.
પાંદડીઓ આભથી ખરતી રહી.

ને પવનનું વસ્ત્ર ભીનું થઇ ગયું,
ચાંદનીની. આંખ નીતરતી રહી.

સૂર્ય સંકોચાઇને સપનું બન્યો,
કે વિરહની. રાત વિસ્તરતી રહી.

મૌનની ભીનાશને માણ્યા કરી,
ઝૂલ્ફમાં બસ અંગુલી ફરતી રહી.

હું સમયની રેતમાં ડૂબી ગયો,
મૃગજળે મારી તૃષા તરતી રહી.

તેજ ઉંડાણોમાં ખળભળતું રહ્યું,
કામનાઓ આંખમાં ઠરતી રહી.

આપણો સબંધ તો અટકી ગયો,
ને સ્મૃતિની વેલ પાંગરતી રહી.

હા બધા લાચાર થઇ જોતા રહ્યા,
હાથમાંથી જિંદગી સરતી રહી.

Read More

*જીંદગી ત્યારે સારી લાગે છે*
*જ્યારે*
*જીવનમાં આપણે ખુશ હોઇએ*
*પણ*
*શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય*
*જ્યારે*
*લોકો આપણાથી ખુશ હોય*

Read More

अभी सूरज नहीं डूबा ज़रा सी शाम होने दो"

मैं खुद लौट जाउंगा मुझे नाकाम होने दो"

मुझे बदनाम करने का बहाना ढूँढ़ते हो क्यों"

मैं खुद हो जाऊंगा बदनाम पहले नाम होने दो..

Read More

*✨સમય ભલે દેખાતો નથી,*
*પણ ઘણુંબધું દેખાડી જાય છે...*
*✨આપણ ને "કેટલા" ઓળખે છે એ મહત્વ નું નથી*,
*"શા માટે" ઓળખે છે એ મહત્વનું છે..*

Read More