Quotes by Arelat Baraiya in Bitesapp read free

Arelat Baraiya

Arelat Baraiya

@arelatbaraiya2742


નથી ફરિયાદ રહી કે નથી શમણાંઓ રહ્યા
વેદનના ઘૂંટ પીને ઘાવ અનહદ સહ્યા,
ઝૂરે છે હૈયું કેવું એ કઈ રીતે સમજશો તમે;
શબ્દો અનેક મેઁ મધમાં બોળી કહ્યાં,
જલદ આ વેદના હવે સેહવાતી નથી;
ટશરો ફૂટતી રહીને રક્તના ઝરાઓ વહ્યા,
આરઝૂ તમને મળવાની સદાય અધૂરી રહી;
શોધે નજર તમને પણ તમે ત્યાં ને હું અહીંયા,
એક તમેજ છો જ્યાં હૃદય ઉલેચાય છે મારું;
ઘડી છે અંતિમ ને તમે જ દૂર રહ્યા,
તમ્મનાઓ,ઝંખનાઓ,ઈચ્છાઓ કહો કે,                                આરઝૂ;
અર્થ બધાનો એક ને નામો બસ અનેક રહ્યા.

Read More