બોલ ને...
તું કેમ નથી બોલતો મારી સાથે?
એક તુ જ છે જેને મારે બધુ જ કહેવુ છે
ખુશી માં તો ઠીક, તારા દુખ મા..ય રહેવુ છે
વિખરતો જાય છે, પ્રેમ નો સમય
યાદ તો કર, પેલી રાત નો પ્રણય !
બોલ ને...
તું કેમ નથી બોલતો મારી સાથે?
મારી નાની નાની વાતો માં પણ
જ્યારે તું હસતો હતો...
સાચુ કહું, ત્યારે તું બહુ જ
Cute લાગતો હતો...
અત્યારે ન તું હસે છે ન તું રડે છે
ન જાણે તારા મન માં શું સળવળે છે..
કંઈક તો કે મને...
બોલ ને...
તું કેમ નથી બોલતો મારી સાથે?
ગોસાઈ કાર્તિક