ઘુંઘરૂ છમ છમાછમ બાજે રે.... હરિ મંદિરને દ્વાર બાઈ મિરા નાચે રે.... મિરાબાઈએ કેવી અનુપમ ભક્તિ કરી... જયારે કોઈ નો આશરો ન હતો અને કોઈ સહેજ ભાવ પણ નહતું પુછવા વાળુ... પણ જેને નંદલાલ ને સેવ્યા હોય તેનુ ધ્યાન ખુદ હરિ રાખે... એક પ્રેમમાં જ એવી તિવ્ર શક્તિ છે કે માણસ તો શું ખુદ ઈશ્વર પણ તેમા અભિભૂત થઈ તેને પામે છે. પ્રેમ ની ડોર આત્મા સાથે જોડાયેલી હોય છે. પ્રેમની શક્તિથી મોત પણ હારી જાય છે. પ્રેમ એ જ ઈશ્વર છે....