લોક વાણી ભાગ
રહેવાનું
લય મેળ કાવ્ય
મળે જો હેત ભાવ તો પ્રેમે મળી રહેવાનું,
સુન મુન બની ચૂપ શમણે સરી રહેવાનું.
જેવી પળ વહે છે તેમ વહીને રહેવાનું,
વર્તી રહે એ જ વર્તને શમી સહેવાનું.
છે તો છે નથી તો નથી શૂન્યે કહેવાનું,
જીવન વિતે એ જ સ્મરણમા રત રેવાનુ,
સંતાપે ભલે સુખ દુખ નિજાનંદે રેવાનું,
કદી વલોવે તો નવનીત બની જવાનુ.
શોષતા વાણા સ્પંદનો માં જરી જવાનુ,
મનરવ વહે છે મહેક વહેંચાઈ જવાનું.
મનજીભાઈ કાળુભાઇ મનરવ મુ બોરલા તા તળાજા જિ ભાવનગર ગુજરાત