નમણું નખરાળુ ને નટખટ જો આવ્યું તું એક શમણું ,
વહાલ એના પર ન જાણે કેમ? આવ્યું તને બમણું .
રઢિયાળી રાત માં બંધ મિજાગરે વાગ્યા રૂડા ઢોલ,
ઢોલના તાલે થીરકે કેમ ડાબાને બદલેં અંગ મારું જમણુ!
રિસાયું એ, જો નાહકનું તને નખશીખ નિહાળવા માત્ર,
ને તે એને અજાણતા ગણી લીધું સાવ એમ સજા પાત્ર!
જેમ જેમ જાવ, મનાવવા એમ રીસાય એ અડિયલ બમણુ,
તોડી તાણી ને અંતે કૃતિ એ રાખી લીધું એ મનોહર શમણું.
કૃતિ રાવલ