વાદળો ઉમટી પડ્યા ને પવન સામે ઝુકી પડ્યા
એક વાદળ કહે હું તો દોડું જ ,બીજો કહે હું વરસું
વાદળોમાં થતી આ કેવી મીઠી રકઝક!
આકાશ કહે, હવે કેટલો ભાર હું ઝેલું!
પવન કહે મારે ફૂંકાવાની દિશા છે અનિશ્ચિત
તમારે વરસવું હોય તો વરસો, વાદળી કહે થોડું વરસું!
એક વાદળ હસીને પાડી ગયો થોડા થોડા છાંટા
બીજા વાદળો ને લાગ્યું કે અમે તો રહી ગયા!
પવન કહે તો પછી હું થોડો સમય રોકાઈ જાવું
તમ તમારે વરસવું હોય તો વરસી જાવ,આપી તમને છૂટ
એક સાથે વાદળો પણ હસી પડ્યા, આકાશમાં થયો ગડગડાટ
વિજળી કહે વાદળોના ગડગડાટ સાથે કરું છું એક ઝબકાર
પછી તો પડવાં માંડ્યો ધોધમાર વરસાદ,
વિજળી ચમકતી જાય,થાય વરસાદની હેલી
મેઘની મહેર ને ધરતી પર લીલાં લહેર,
આવી જાય છે અચાનક પૂર
પવન કહે હવે કરો બસ, નદી નાળામાં પાણી છે ધસમસ
- કૌશિક દવે
-Kaushik Dave