અસત્ય-:
દૂર કરો પ્રકાશ, અંધારું બહુ ગમે છે,
ખોટા કામોને સાથ આપનાર,માનવ બહુ ગમે છે
સત્ય-:
અંધારે ભટકનારા, ફાંફાં બહુ મારે છે,
સત્યનો એક પ્રકાશ, અંધારું ચીરે છે,
અસત્ય-:
સત્યને માનનારાઓ હવે, પુસ્તકોમાં વસે છે,
સત્તા અને લોભમાં, સસ્તામાં बिके છે,
સત્ય-:
એક અકેલો પ્રહલાદ,ના અસત્યને ઝુકે છે,
ખરા ટાણે નરસિંહ, પ્રહલાદની ફેવર કરે છે,
- કૌશિક દવે
-Kaushik Dave